cawh2wqq.jpg 

   રાતે ઉજાગરા ઉંઘ ન આવે

   અંતરમાં જઈને ડૂબકી લગાવે

   ભાળ કાઢેને તારણ લાવે

   આજે કોઈનું મન દૂભવ્યું જણાયે

   શું પામ્યા શું ખોયું જો જાણે

   કદી કોઈને ના દૂભવે લગારે

    રાતે ઉજાગરા ઉંઘ ન આવે

   અંતરમાં જઈને ડૂબકી લગાવે

   મનને ટટોળે ઉત્તર પામે

   શાને કરી નિંદા કોઈની આજે

   સમય કિંમતી વેડફ્યો શાકાજે

   નીંદાથી લીધા અબોલા આજે

   ઈર્ષ્યા બરાબરી કોઈથી શાથી

  સંતોષ સદા આદત છે સીધી

  રાજી રહો જે દીધું છે તાતે

   સમરો ઊઠો રોજ વહેલી પ્રભાતે

   રાતે નિંદરરાણી બનીઠનીને આવે

   સ્મિતની લહેરખી વદને લહેરાવે