પૂજ્ય બાપુને સાદર પ્રણામ
January 27, 2007 by pravinash1
ગાંધીબાપુનું પ્યારું નામ માત્ર રટવાથી નહી ચાલે કામ
ગાંધીબાપુનો સાદ સુણો તેમના આદેશેનું પાલન કરો
આ જીવનમાં તેને ઉતારો
જયહિંદ જયહિંદ પ્રેમે કહો
હિંદુ હિંદુ એક રહો
દેશ કાજે કાંઈ કરી છૂટો જીવન સફળ કરવાને ઝૂટો
સુંદર જીવન મેળ્વ્યું છે આજ ક્યારે કરીશું તેનો ઉધ્ધાર
જયહિંદ જયહિંદ પ્રેમે કહો
હિંદુ હિંદુ એક રહો
આઝાદ ભારત છે આપણું આજ આઝાદીની રક્ષાને કાજ
વિદેશમાં રહીને ભૂલો ન આજ જીવનમાં અગત્ય દેશનું સ્થાન
જયહિંદ જયહિંદ પ્રેમે કહો
હિંદુ હિંદુ એક એક અહો
યુવાનોના પથદર્શક બનો ગરીબીનો પ્રશ્ન સરલ કરો
લાંચરુશ્વતની બદી દૂર કરો ઉંચનીચનાં ભેદ ભૂલો
જયહિંદ જયહિંદ પ્રેમે કહો
હિંદુ હિંદુ એક રહો
સત્ય અહિંસાથી પ્રેરણા ગ્રહો ચારિત્ર્ય સદા ઉજળું સેવો
કાલે આવ્યા કાલે જઈશું તમામ જગત નિયંતાનો આભાર માનો
જયહિંદ જયહિંદ પ્રેમે કહો
હિંદુ હિંદુ એક રહો
પૂજ્ય બાપુને શું હિંદુ-મુસ્લિમ એક રહો એવી વાત વધુ ના ગમી હોત? સુંદર કવિતા…. અભિનંદન…
એકતા જ એમને ગમે. રાષ્ટ્રની ભક્તિ કોઈ સંભારતું નથી ત્યારે આ કવિતાય કંઈક સંભારી આપે છે કે જયહિંદ જેવુંય હતું જે ભોલાતું જાય છે.
સ્વાગતમ્ !!