શિખવી દે
March 27, 2007 by pravinash1
જિવનને પામ્યા હે પ્રભુ બસ જિવન જીવતાં શિખવી દે
આ જિવન છે અણમોલ પ્રભુ તેનું મૂલ્ય મને સમજાવી દે
વણમાગ્યે તેં દીધુ ઘણું સંતોષ પ્રભુ પ્રસરાવી દે
મારૂ મારૂ સહુ કોઈ કહે તારુ કહેતા તું શિખવી દે
સૌંદર્ય સઘળે વેર્યું તે માણી શકું તેવી દૃષ્ટિ દે
તારા ઉપકારના ભાર તળે ટકી શકું તેવી શ્રધ્ધા દે
માતા પિતા ના ઋણને હું હૈયે ધરું તેવી હામ તું દે
સંસારમાં સહુને પ્યાર કરું એવું વિશાળ તું હૈયું દે
કર્મ ધર્મ અને ભક્તિથી જિવનનો જામ છલકાવી દે
કાર્ય એવા જગે કરું તારી આંખ થી આંખ મિલાવી દે
માનવ થઈને માનવ બનું એવી મનોહર મતિ તું દે
જ્યારે અંત સમય આવે પ્રભુ ચહેરે સ્મિત રેલાવી દે
