ગુમાન
March 28, 2007 by pravinash1

જોયો તમારો ઠાઠ ને વળી ભળ્યું તેમાં ગુમાન
આવડો ભારે શું લટકો જરા રાખજો ભાન
આતો છે અમારી નજર્યું આપીએ તમને માન
હવે સમજો સાનમાં તેમાં છે તમારી શાન
ઓરા આવો તો મહેકી ઊઠે તમારો ભીનો વાન
ઝલક અને પ્રતિભાનો સંગમ કરીશું અમે પાન
પ્રેમ અને મહોબ્બતનું ગુંજી રહ્યું મધુરું ગાન
દિલથી દિલ મળ્યા તમ પર ન્યોછાવર જાન
Posted in કાવ્યો | 1 Comment
Leave a Reply
ગુમાનનો ગુલાલ સારો નહીં,
મનનો મે’લ પણ સારો નહીં!
રહેજે રહેમ રાખી સમાજ માં,
વહેમનો ખોટો ફાંકો સારો નહી…