images10.jpg       

        પરિસ્થિતિ પડકાર છે
         મનઃસ્થિતિ અભિસાત છે

        પરિસ્થિતિ પ્રતિપળ બદલાય છે
        મનઃસ્થિતિનો પ્રતિદોષ મનમાં છે

        પરિસ્થિતિ સુવિધા દુવિધાનો સંગમ છે
         મનઃસ્થિતિ મનની અવસ્થા છે

         પરિસ્થિતિનું બીજ ભૌતિક છે
         મનઃસ્થિતિનું બીજ વાસનામાં છે

         પરિસ્થિતિ બાહ્ય આવરણ છે
         મનઃસ્થિતિ આંતરિક સંઘર્ષ છે

          પરિસ્થિતિ પ્રકટ છે
           મનઃસ્થિતિ અપ્રકટ છે

          પરિસ્થિતિ હમણા અને અંહી
          મનઃસ્થિતિ મનમાં અને મંહી

          પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાધના અસાધ્ય
           અનૂકુળ મનઃસ્થિતિમાં સાધના સાધ્ય

           પરિસ્થિતિ વણે શંકાની જાળ
           મનઃસ્થિતિની નિત્ય નવલી ચાલ

           પરિસ્થિતિ ભૂલાવે ભાન
           મનઃસ્થિતિ વધારે શાન

           પરિસ્થિતિનું આરોપણ બહાનું છે
            મનઃસ્થિતિ મનનું મધુરું ગાણું છે

            પરિસ્થિતિ નિંદ્રા અવસ્થા છે
            મનઃસ્થિતિ જાગ્રત અવસ્થા છે

            પરિસ્થિતિ ઉલઝન વધારે છે
             મનઃસ્થિતિ ઉલઝન સુલઝાવે છે

             માનવ પરિસ્થિતિનો ગુલામ છે
             મનઃસ્થિતિ મુક્તિનો અહેસાસ છે

             સંયમ પરિસ્થિતિની ચાવી છે
             મનઃસ્થિતિ મનનો રાજા છે