Posted in કાવ્યો on March 25, 2007 | 1 Comment »
વેદા રે વેદા તને કોણ રે બોલાવે
આભલે છૂપાઈ તને ઈશારે સતાવે
સૂરજના રથે ચડી ગગને ઘુમાવે
વાદળમા સહેલ કરાવી ખિલખિલ હસાવે
ફુલોના રંગ ચોરી ગાલને સજાવે
તારા મઢીને તારી વેણી ગુંથાવે
તારી મોહકતા મારા દિલને લોભાવે
ગાલથી ગાલ મિલાવી વહાલ વરસાવે
શ્વાસે શ્વાસે સ્નેહના તાર સંધાવે
દિલડાની ભાષા નિર્મળ આંખે સમજાવે
વર્ષો પછી [...]
Read Full Post »
Posted in ભજનો on March 24, 2007 | 1 Comment »
ખોબો માગ્યો ને પ્રભુ દરિયો દીધો તે
ચપટી માગીને પ્રભુ અંજલી ભરી
આવી તી મળવા તને અંતર્યામી
દર્શન કરી ને હું ધન્ય બની
તારી કૃપાનો અવધિ છે ઉમટ્યો
આંસુ છલકાણાં ને તૃપ્ત થઈ
આવી તી મળવા તને અંતર્યામી
દર્શન કરી ને હું ધન્ય બની
કણ કણમાં તારા વાસની ઉર્મિ
ઐશ્વર્ય ઔદાર્યે સોહી ઉઠી
આવીતી મળવા [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on March 24, 2007 | No Comments »
નાની ઉંમરમાં માતા ગુમાવવાનું દુઃખ જેને
પડ્યું હોય તે જ જાણે. તેથીજ તો એક
પ્રચલીત કહેવત ગુજરાતીમાં છે કે ‘બાપ
મરજો પણ મા ના મરશો.’ બીજી એવી જ
કહેવત છે ‘મા તે મા બીજા વગડાના વા’.
એક નાના બાળક્ની મા તેને રડતો
મૂકીને પ્રભુના ધામમા જઈ પહોંચી. તેને
એક મોટી બહેન હતી. જે તેને ખૂબ [...]
Read Full Post »
Posted in વિણેલા મોતી on March 22, 2007 | No Comments »
સુધારવાનો ધીકતો ધંધો છોડ
સુધરવા ની ધુણી ધખાવ
પાણીમાં થી પોરા ન કાઢ
ખુદની ત્રુટીઓ શોધવા માંડ
પારકાંના દોષ જોવાનું છોડ
શુધ્ધ ઈરાદામાં ન કર બાંધછોડ
પર નહીં પણ સ્વને શોધ
કિંમતી સમયનો વહે ધોધ
ક્ષણે ક્ષણે બદલાતું આ જિવન
રહસ્ય છતું થતાં બને તેજોમય
Read Full Post »
Posted in હાસ્ય રસ on March 22, 2007 | 4 Comments »
આ દેશમાં આપણને સહુને આ અનુભવ છે.
બિનાકાઃ નોકરી પરથી બીજી કંપનીમાં ફોન
કરે છે.
ફોનની ઘંટડી વાગી. સામે છેડેથી
એક સેકંડ.
બિનાકાએ પાંચ મિનિટ સુધી રાહ
જોઈ છેવટે હારી થાકીને ફોન મૂકી
દીધો.
બિનાકાઃ બીજે દિવસે ફરીથી એજ કંપનીમાં
બિનાકા અવાજ ઓળખી ગઈ.જેવો
સામે છેડેથી અવાજ આવ્યો કે, એક
સેકંડ, બિનાકા તરતજ બોલી [...]
Read Full Post »
Posted in ચાલો રસોડામા on March 21, 2007 | No Comments »
આ ડીપ મકાઈની ચિપ્સ યા તો શાકભાજીની સાથે
ખૂબ સરસ લાગે છે. સ્વાદ, રંગ અને ગુણ ત્રણેનો
ત્રિવેણી સંગમ માણવા મળશે.
ડીપ બનાવવા માટેની વસ્તુ.
૨ નંગ પાકા (નરમ) આવાકાડો
૨ લીલા મરચા
૧ કટકો આદુ
૧ લીંબુ
૧ નાનો કાંદો, મીઠું
રીતઃ- આવાકાડો છોલીને તેને ચમચાથી દબાવી
છૂંદવું યા છીણીથી ખમણી લેવું. તેમાં મીઠું
[...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on March 21, 2007 | 2 Comments »
જ્યારે સરજનહારને દંડવત કરીએ છીએ
ત્યારે ગબડી પડવાનો ભય હોતો નથી.
નમ્રતા જો તન અને મનમાં વ્યાપ્ત હોય તો
જીવનમાં બળ સદા લહેરાય.
આજનો સંજોગો તો ભવિષ્યમાં આવનાર
સુંદર સમયની છડી પોકારે છે.
વિચાર અને વર્તનની શુધ્ધતા ભર્યું જીવન નિંદર
ટાણે ઓશિકું પોચું છે કે કઠણ તે ગણકારતું નથી.
આ જીવન બનાવવા પાછળ કુદરતનો હેતુ શું છે?
તેના કરતા આપણો ધર્મ શું છે [...]
Read Full Post »
Posted in ચાલો રસોડામા on March 20, 2007 | 2 Comments »
વસંત પૂર બહારમા વરતાઈ રહી છે. ઉનાળો બસ આવી જ પહોંચ્યો. ઠંડા પીણાની મઝા માણવી કોને ન ગમે?
ચાલો બનાવીએ સ્ટ્રોબેરી અને કેળાં ની ‘ સ્મુધિ’ 5 વ્યક્તિ માટે.
સ્મુધિ માટે ની ચીજો
૫ : કેળાં
૧૫ : સ્ટ્રોબેરી
૧૦ : ચમચા વેનિલા આઈસક્રીમ
૪ : પ્યાલા દૂધ
ખાંડ : સ્વાદ પ્રમાણે ખાંડને બદલે નકલી ખાંડ ( સ્વીટનર) પણ ચાલે કારણ આપણે તબિયતનો ખ્યાલ રાખવાનાં [...]
Read Full Post »
Posted in ગમતી ગઝલ on March 20, 2007 | 3 Comments »
શું મિલન કે શું જુદાઈ! જાય છે
રાત જાણે કે અમસ્તી જાય છે
મારો સંદેશો કદી તો પહોંચશે
વૃક્ષની છાયાઓ તરતી જાય છે
હું હવાના ઘરમાં રહેવા જાંઉ છું
ને પવન ભીંતોને ખેંચી જાય છે
કોઈ સપનું ચીસ પાડીને ઉઠે–
રાતનો ભેંકાર તૂટી જાય છે
ક્યાંક વાદળ વરસ્યાં હોવા જોઈએ
અહીં કોઈ ઠંડક શી વળતી જાય છે
એમ મોઢું ફેરવી [...]
Read Full Post »
Posted in Uncategorized on March 19, 2007 | 2 Comments »
નેતાજી ખૂબ પ્રખ્યાત હતા. માલ મલીદો પણ ખૂબ કમાયા હતા.
રાતના સભામાં ભાષણ આપીને થાકેલાં ઘરે પધાર્યા. મૉડું થયું
એટલે શ્રીમતીનો પારો છટક્યો હતો. ગુસ્સામાં ધુંઆપુંઆ થતા
સૂવા ગયા. નેતાજીનું શરીર ભારે ન હોયતો નવાઈ લાગે. અતિ
ગુસ્સાને કારણે હ્રદયરોગે ઉથલો માર્યો અને થઈ ગયા ‘રામ બોલો
ભાઈ રામ.’
ઘરમાં ચહલ પહલ મચી ગઈ. નેતાજીના ધર્મ પત્ની ખૂબ [...]
Read Full Post »