રંગ
April 11, 2007 by pravinash1
શા કાજે ભર્યા રંગ ફૂલોમાં
શું લાધ્યું ભરી લાગણી હૈયામાં
ભરવાતાં મેઘધનુનાં રંગ જિવનમાં
વિસરવાની કળા ભરવી’તી હૈયામાં
હર્ષ અને ઉલ્લાસની લાગણી ઉભરાઈ
શોકને ગમનું કાજળ અંજાયું નયણે
ઠાલાં શબ્દોના સાથિયા પૂરાયા
વિચારોના વમળ વિખેરાઈ ગયા
સુહાના રંગને લાગણીના મંથનમાં
અણમોલ જિવન વીતી ગયું પલકમાં
અંતે સત્ય લાધ્યું હાથવેંતમાં
તું હું, હું તું સર્વે રંગના પરિઘમાં
અંતે સત્ય લાધ્યું હાથવેંતમાં
તું હું, હું તું સર્વે રંગના પરિઘમાં..
સત્યની પ્રતિતી જ્યારે થાય ત્યારે ..આંખ ખુલે પણ્..થોડા મોડા પડીએ..