ટોર્ટીલા રોલ
April 13, 2007 by pravinash1
સામગ્રી:
૧ પેકેટ મેઁદાના ટોર્ટિલાનુઁ પેકેટ
૧ પિકાનટે સોસ ની બોટલ
૧ સાવરક્રિમ નો ડબ્બો
૧ પેકેટ ફ્રોઝન પાલક
લીલા વાટેલા મરચા, ટુકડો આદુ, મીઠુ, ઝીણા સમારેલા કાઁદા.
થોડુ તેલ
બનાવવાની રીત :
પાલકની ભાજીને વાતવરણના ઉષ્ણતામાન પર લાવી , કડાઈમા
તેલ મુકી પહેલા કાઁદા સાતળી ઉમેરવી. ચડી જવા આવે એટલે તેમા
આદુ, મરચા વાટેલા ઉમેરી હલાવવુ. ઠઁડુ થાય એટલે સાવર ક્રીમ
ઉમેરવુઁ.
ટોર્ટિલા પર પહેલા પિકાનટે સોસ ચોપડવો, ઉપર બીજો ટોર્ટિલા
મુકી તેના પર પાલકની ભાજીનુ તૈયાર કરેલુ મિશ્રણ પાથરવુ.
ત્રણેય નો સાથે વીટો વાળવો. આખો વીટો પ્લાસ્ટિકના પડમાઁ વિઁટાળી
રેફ્રીજરેટરમા મુકવો. બધા વીટા આજ પ્રમાણે તૈયાર કરવા.
બીજે દિવસે બહાર કાઢી મન પ્રમાણે તેના કટકા કરવા.
સરસ મઝાની શુશોભિત થાળીમા ગોઠવી મહેમાનોને ખુશ કરવા.
ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે.

અપેટાઈઝરમાં આ વાનગી હોય તો પાર્ટી જામે હો બાપલા!!!
૨૨મી એપ્રિલની , સાહિત્ય સરિતાની પિકનીકમાં આ વાનગી લાવો તો મજા પડી જાય!!
મોંમા પાણી આવી ગયું.