દર્શન્
April 26, 2007 by pravinash1
નજર્યું ઠરે જ્યાં મારી
ઝાંખી શ્રીજી તમારી
આ જિંદગી છે સારી
કૃપા શ્રીજીની ન્યારી
સહવાસ તરો લાધ્યો
જિવનમાં રંગ ભાસ્યો
કોઈ દોષ ના સતાવે
મનડાને ના મુંઝાવે
સ્વારથનો રાહ છોડ્યો
પરમાર્થ ને અપનાવ્યો
મારુ તારુ ના લગીરે
અંતરે શ્રીજી પધારે
શ્રધ્ધા છે તુજમા દિલથી
ડોલે ના મુશ્કિલોથી
હવે હાથ થામ્યો તારો
ભવસાગર પાર ઉતારો
સઘળે શ્રીજીના દર્શન
હ્રદયે શ્રીજીનું સ્થાપન
દિનરાત તેનું સુમિરન
શરણે સ્વિકારો ભગવન
જ્યાં હું ત્યાં તું પડછાયો
સદા સતાવતો ભય
જેનાથી શાંતિ પ્રાપ્ત થાય પ્રાર્થના
ભક્તિ-ભાવની કવિતામાં તમો જામો છો.. સરસભાવના રજૂ કરી શકો છો.