ધર્મને નામે વેપાર
May 18, 2007 by pravinash1
ધર્મ શું છે આ જિવનમાં કરી લે તું વિચાર
ધર્મ ધર્મ ને નામે આજે વણસ્યો છે વેપાર
માનવ ધર્મને સમજી અપનાવ
માળા ફેરવી તિલક લગાવ્યું કર્યા ભજન બે ચાર
વેદ ઉપનિષદ વાંચી સમજી કર્યા શ્લોક અપાર
માનવ ધર્મને સમજી અપનાવ
ધર્મ ને નામે ધતિંગ ઘણાંને ધુતારાઓ પ્રખ્યાત
દેશ વિદેશમાં ફરી ફરીને બને તે માલામાલ
માનવ ધર્મને સમજી અપનાવ
માનવ વચ્ચે ભેદ ન સર્જે ધમે સદા આઝાદ
નાનાં મોટા સાચા ખોટા અધર્મના આકાર
માનવ ધર્મને સમજી અપનાવ
જાગૃત પવિત્ર સત્ય સભર પ્રવર્તે ધર્મ નું રાજ
આસક્તિ ત્યજીદે કર તું હરદમ સવળાં કામ
માનવ ધર્મને સમજી અપનાવ
અહંકાર ત્યાગી દંભ ત્યજી ભરરે નિંદરથી જાગ
ભજ ગોવિંદમ ભજતું કૃષ્ણ ભજ તું રામનું નામ
માનવ ધર્મને સમજી અપનાવ
” અહંકાર ત્યાગી દંભ ત્યજી ભરરે નિંદરથી જાગ
ભજ ગોવિંદમ ભજતું કૃષ્ણ ભજ તું રામનું નામ
માનવ ધર્મને સમજી અપનાવ ”
સરસ ભજન છે..
ધર્મ ને નામે ધતિંગ ઘણાંને ધુતારાઓ પ્રખ્યાત,
દેશ વિદેશમાં ફરી ફરીને બને તે માલામાલ.
“HOW TRUE”
WE CAN ONLY MAKE THE CHANGE!