આગિયાના પેટમાં બત્તી
May 28, 2007 by pravinash1
અરે વિચાર તો કરો!
આગિયાના પેટમાં બત્તી.
ન જોઈએ તેને તેલ કે વાટ.
ન માગે તે વિજળીનો સંગાથ.
હરિ તારી આ કેવી અકળ ગતિ.
ઓ સૃષ્ટિના સરજનહાર!
કેવી રીતે માનીએ તારો ઉપકાર.
કીડીને કણ હાથીને મણ,
દીઠાં તેમાં તારા કામણ.
આની ઉપર એક સરદારજીનો સરસ ટૂચકો રજૂ કરું છું.
એક સરદારજી બગીચામાં ટહેલવા નિકળ્યા હતા. ચોમાસાની
ઋતુ હતી. બગીચામાં ઘણા બધાં મચ્છર હતાં. એમા થોડા આગિયા
ને પણ નિમંત્રણ મળ્યું હતું. સરદારજી મચ્છર મારી મારી ને થાક્યા.
હારી થાકીને ઘર ભેગાં થયાં. રજાનો દિવસ હતો. બપોરે ભરપેટ જમી
લાંબી તાણી. સાંજના બીબીને ખુશ કરવા પાછા બગીચામાં લટાર મારવા
નિકળ્યાં.
મચ્છર પાછાં આવ્યા. તેમાં આગિયા પણ શામિલ હતાં. તેમને જોઈ
સરદારજી ચિલ્લાઈ ઊઠ્યાં’અરે દિનકો ભગાયા તો રાતકો બત્તી લેકે આગયે’.
મઝા આવી ગઈ ટુચકો વાંચીને
કીડીને કણ હાથીને મણ,
દીઠાં તેમાં તારા કામણ. that is call ” GOD”
I like you joke fo Sardarji