Feed on
Posts
Comments

Archive for June, 2007

 
 કોમલ જ્યારે કેતનની પાછળ સ્કુટી ઉપર બેઠી હતી ત્યારે મનમાં  કેટ કેટલાં ઉમંગો ભર્યા હતા. તે વીસ વર્ષની અને કેતન ત્રેવીસ  વર્ષનો. આજે બંને જણા ઘર છોડીને જઈ રહ્યામ હતાં. ઘરનાં  વડીલોને સમજાવવાના બધામ જ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યાં હતાં.   કોમલે માત્ર ગળામાં સાદી મોતીની માળા અને હાથમાં કાચની  બંગડી પહેરીને કેતનની પાછળ બેઠી હતી. [...]

Read Full Post »

   ભલે ને  અમે કાળી  મજૂરી  કરતાં
   અમારા મુખ પર હાસ્ય ના વિલાતાં
      અરે સાંભળો આ જિવન તો એક ખેલ છે
   અમારો શું વાંક કે અમારા આ હાલ
   માતા પિતા અમારા જુઓ  બેહાલ
          હા આ જિવન તો એક ખેલ છે
   ભણવું  હોય છતાં રોટલા  ખાતર
   નાના ભાઈ બહેનોની હંસી ખાતર
          આ જિવનનો ખેલ ખેલવો છે
   જો [...]

Read Full Post »

   બાળક તો ફૂલથી કોમળ હોય.
    પ્યારથી છલોછલ ભરેલું હોય.
    લાગણીઓથી  ઉભરાતું હોય.
    ઉમંગથી  થનગનતું  હોય.
    પ્રશ્નોથી  ઘેરાયેલું   હોય.
   નિર્દોષતા તરબતર હોય.
    આનંદના અવધિમાં તરતું હોય.
   

Read Full Post »

         બંને પ્રભુને અપ્રિય છે.
 
 ઘમંડઃ        માટીના પૂતળાં શાના પર ઘમંડ.
 પાખંડઃ       જેના આચરણથી માંહ્યલો નારાજ.
 ઘમંડઃ       નાની નજીવી વાતોમાં પોરસાવવું.
 પાખંડઃ      ખોટો દેખાડો, ફુગ્ગા જેવો.
 ઘમંડઃ       અહંકારનો પ્રાણવાયુ.
 પાખંડઃ      ખંડનો ચોથો ભાગ.
 ઘમંડઃ      અસત્ય, અરાજકતા, આંધાધુંધી ફેલાવે.
 પાખંડઃ     વિદા કરો, શાંતિ સ્થપાયે.
 ઘમંડઃ પાખંડઃ બને સમાન રીતે હાનિકર્તા છે.
 ઘમંડઃ પાખંડ બંનેનો ત્વરિત ગતિ એ ત્યાગ કરો.
 ઘમંડઃ પાખંડઃ બંનેમાંથી એકને પણ પ્રોત્સહાન ન આપો.      

Read Full Post »

ટિખળ

   અરે ભાઈ શું કરવું? આ અમારા ટિખળભાઈ છે ને તેમને ટિખળ કરવાની આદત.
   પણ જો કોઈ એમની ટિખળ કરે તો તેમને વાંકુ પડે.
    એકવાર અમારે ત્યાં ગામડેથી કંકુબેન આવ્યા. નહાવા ગયા ચોકડીમા ઠંડા પાણીનો
    નળ બતાવીને કહે આ ખોલશોને માસીબા ગરમ પાણી આવશે. ભર ઠંડીનો સમો હતો
    બિચારા માસીબા ઠરી ગયા. બીજી નાની એક [...]

Read Full Post »

૧.   જ્ઞાનવિનાની ભક્તિ એટલે ભાવનાની આતશ બાજી.
૨.   ભક્તિ વિનાનું જ્ઞાન એટલે કોરું ધકોર પાંડિત્ય.
૩.   જ્ઞાનીનું જ્ઞાન ભક્તિ સંગ ડોલે.
૪.   જ્ઞાન અને ભક્તિનું મધુર મિલન
               એટલે  
        સોનાને મળે સુગંધનો સથવારો.
    
૫.  જ્ઞાન વિનાની ભક્તિ  પાંગળી.
૬.  ભક્તિ વિનાનું જ્ઞાન આંધળું.

Read Full Post »

       ઘરમાં પ્રવેશતાં તમારા નયનોમાં
       પ્રેમની ઉષ્મા ભાળી
       તમારા ગાઢ આષ્લેશમાં હ્રદયની
       વિણા ગુંજી ઊઠી
       વાણીના વહી છતાં સંદેશાની
       આપ લે થઈ
       બસ પાપા  તમારો પ્યાર મુને
        જિવનનું ભાથું સાંપડ્યું        

Read Full Post »

વરસાદ

  નાનકોઃ   મા વરસાદ આવે છે.
      માઃ      {કાનમાં જરાક બહેરી}
            કોનો સાદ આવે છે? મને સંભળાતું નથી.
     નાનકોઃ    મા,મને છત્રી આપ.
      માઃ         હા, બેટા સોળ દુ બત્રી.
     નાનકોઃ    મા, ધ્યાન આપ અને બરાબર સાંભળ.
       માઃ        લે બરાબર કહું છું. સાંકળ વાસી દીધી છે.
     નાનકોઃ    થાકી ને. સારું મા હું હવે કાઈ નહી બોલું.
       [...]

Read Full Post »

 सत्यमेव जयते
   असत्यमेव पराजयते
 
   शांतिमेव जिवते 
   अशांतिमेव मृतवते
 
    प्रेममय रमते
    प्रेमहीन खोते
   ज्ञानमेव लभते
   अज्ञानमेव आथडते
   चेतनामेव गति करते
   आलस्यमेव रूकजाते
   रागमेव खुश रहते
   द्वेशमेव दुखी होते
 
   अव्यक्तमेव तैरते
   व्यक्तमेव   डूबते

Read Full Post »

 ૧.     તમને અને તમારા પરિવારને પ્યાર કરો.
 ૨.     તમારા પર વિશ્વાસ રાખો.
 ૩.     જ્ઞાન અને વિદ્યા નો આદર અને આગ્રહ રાખો.
 ૪.     જિંદગી સૌજન્ય અને પ્રમાણીકતાથી ભરો.
 ૫.     જિંદગીનું નામ છે પરિવર્તન, આવકારો.    

Read Full Post »

Older Posts »