જીવન સંધ્યાનું ટાણું
પ્યારું ઘરનું આંગણું
સહુ સાથ છૂટી જશે
તન પણ દગો દેશે
આ પિંજર પડી જશે
તિમિર ગયું ને પ્હો થયો
મળસ્કાનું મધ્યાહન થયું
સંધ્યાના સુહાના રંગ
રાત્રિમાં થયે પરિવર્તન
બાળપણાનું ભોળપણ
શૈશવનું મધુરું જિવન
જુવાની આવે ઘોડાપૂર
ઢળતી ઉમરનું શાણપણ
સઘળાં કર્મોનું નિરાકરણ
જિંદગી ના બને ભારણ
મૌન સેવી નિરખ ગગન
શાતા પામ બન મગન
June 8, 2007
June 11, 2007 at 4:28 pm
સઘળાં કર્મોનું નિરાકરણ
જિંદગી ના બને ભારણ
મૌન સેવી નિરખ ગગન
શાતા પામ બન મગન
saras!
June 13, 2007 at 4:49 am
તન પણ દગો દેશે
આ પિંજર પડી જશે… aato deep chhe .. bujase.. prakash kai to hashe eno!