ધીરેથી હસજો
July 31, 2007 by pravinash1
સુમતિઃ અરે પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ થયા.
આપણને જલસા.
સુનિતાઃ કેવી રીતે?
સુમતિઃ એ સોનિયા ગાંધી કહે તે પ્રમાણે
રાષ્ટ્ર ચલાવશે.આપણે સોનિયા ગાંધી
ચલાવે છે એમ ઘર ચલાવશું.
મીતાઃ આખરે આપણા ભારતમાં સ્ત્રી રાષ્ટ્રપતિ બની.
નીતાઃ હા, પહેલાં ઘર અને વરની ખેર ન હતી. હવે
રાષ્ટ્રની ખેર નથી.
કલગીઃ પ્રતિભા પાટિલ ઝીંદાબાદ.
કજરીઃ નિતા અંબાણી ઝીંદાબાદ.
ટીના અંબાણી ઝીંદાબાદ.
કલગીઃ જયા બચ્ચન ઝીંદાબાદ.
ઐશ્વર્યા બચ્ચન ઝીંદાબાદ.
કલગીઃ ઓપરા વીંફ્રી ઝીંદાબાદ.
કજરીઃ અરે આ કોણ છે?
કલગીઃ એને ઝીંદાબાદ કહીશું તો
હિલરી ક્લિન્ટન રાષ્ટ્રપતિ
બનવામાં કદાચ સફળ થાય.
“પુરૂષ-રાજ્ય” અને હવે સ્ત્રી-રાજ્ય!
વારા પછી વારો! મે(વરસાદ) પછી ગારો !
હા…હ…હા…..હા….
good!
હવે પછી ‘પુરુષ-દિન’ ઉજવવાના વારા આવ્યા !
હવે ‘બચાડા ફાધર્સ-ડે’ પણ નક્કી.
‘દીકરો બચાવો’ સુત્રોચ્ચાર માટે ગળાં ખંખેરવા લાગો.
“લગે રહો મુન્નીબાઈ” ફીલમ હવે ઉતરી જ જાણો.
“દીકરો ને બળદ જે આપો તે ખાય.”
“દીકરો તો પારકો ભારો કહેવાય”
–આવી કહેવતો વાપરવી શરુ કરો !!
બાય ધ વે, આપે આ ધીરેથી હસવાનું કહીને પણ સારી વાનગી આપી છે. ધન્યવાદ અને આભાર.