મઝા આવી
July 31, 2007 by pravinash1
આ જિંદગી દીધી પ્રભુએ પ્રશ્ન આવીને ઉભો
તેને સફળ કરવી કે નિષ્ફળ ઉત્તર તેનો ના દીધો
બસ મઝા કરુ છું. તો આ મઝાની વ્યાખ્યા શું છે? મઝા એટલે શું ખાવું,
પીવું, ભણવું, સિનેમા જોવા જવું કે પછી ખરીદી કરીને ઘરમાં ન જોઈતી
વસ્તુઓનો ખડકેલો કરવો. જિવન મેળવવા પાછળ જરૂર કોઈ ઉદેશ તો હશે.
વળી પાછું અમુકને સાધરણ ઘરમાં તો વળી કોઈકને ખૂબ ધનાઢ્ય કુટુંબમાં યા
તો વળી ફકંફક્કા વાળા ઝુંપડામાં.
કૉઈ પૂછે કે કેમ છો? અનાયાસે નિકળી જાય , મઝામાં છું.મઝા કોણ માણે
છે? તન યા મન. મઝા શેનાથી પ્રાપ્ત થાય છે. પૈસાથી કે આત્મસંતોષથી.
એક સામાન્ય વાક્ય, પણ તેની પાછળ ખૂબ વિચાર માગી લે તેવું તથ્ય. જો
આપણે એમ માનીએ કે મઝા કરવા માટે માત્ર પૈસાની જરૂરિયાત છે તો એ ભૂલ
ભરેલી માન્યતા છે. કરોડપતિ ને અનિદ્રા નો રોગ ન હોય, ૬ મણ રૂની તળાઈ
પર તે પાસા ઘસતો ન હોય. બે ઓરડીમાં રહેતો એરકન્ડિશન વગર ઘસઘસાટ
ઉંઘતો હોય.
મઝા માત્ર બાહ્ય રીતે પ્રદર્શિત થાય તો તે બની જાય છે આડંબર. મઝા આવવી
એની અનુભૂતી સારા બદન માં થાય છે. કદી નિહાળ્યું છે નાનું બાળક વરસાદમાં
છબછબિયા કરતું હોય. દરિયા કિનારે મોજામાં મોટાઓ પગ પલાળતા હોય. તે
સમયે તે વિસરી જાય છે કે તેની વય કેટલી છે. આઈસક્રીમ ખાવાની મઝા આવે છે.
એક ખાવ બે ખાવ પછી તેની મઝા ઓસરવા માંડે છે. સૂર્યાસ્ત જોતાં કદી થાય છે કે
સૂર્ય જલ્દી ઢળે તો સારું? એ નયનરમ્ય દ્રશ્ય નિરખતાં આંખલડી મટકું મારવું પણ
વિસરી જાય છે.
આજે શરૂ થાય છે, ‘મઝા આવી’. સાહિત્ય રસિકો તમારો પ્રતિભાવ મોકલશો.
જોઈએ આપણે અવનવી કેવી રીતે મઝા માણી શકીએ છીએ.
મઝા = અહં નો ભૂલાવો અને
મુક્તિ= મનનું મૃત્યુ