August 2007


images49.jpg

  ૧૯૯૬ ની સાલ, સંધ્યા ખીલી હતી. આજે મારી મોટી
  પુત્રવધુને ચેન પડતું ન હતું. સવારથી દવાખાને લઈ ગયા.
  અને રાતના ૧૧ વાગે ધરતી પર અવતરણ થયું. ૨૬ ઔગ.
  ૧૯૯૬. ‘અવિ’
    

     અને દિલમાં સ્ફૂર્યું.
  
     શ્રીજી તારા દર્શન થાય મારું મુખલડું મલકાય.
     શ્વાસે શ્વાસે તાર સંધાય મારું  મુખલડું મલકાય.
     નિંદરરાણી પ્રસન્ન થાય મારું મુખલડું મલકાય.
     સુંદર સ્વપના સોહાય  મારું મુખલડું મલકાય.
     મમ્મીનું  મન હરખાય મારું મુખલડું મલકાય.
     પાપાનું ચિત્ત ચોરાય મારું મુખલડું મલકાય.
     કાકાને કૌતક થાય  મારું મુખલડું મલકાય.
     દાદા દિલડાના દે દાન મારું મુખલડું મલકાય
          બસ એ જ ચહેરો આજે અવિ ‘૧૧’ વર્ષનો
       થયો ત્યારે આંખ સમક્ષ તરવરે છે.

         ૧.    તું ખૂબ પ્યારો
         ૨.     દિલનો તું સાફ
         ૩.    કુશળ હોંશિયાર બાળ
         ૪.    સોહામણો
          ૫.    ઉત્તમતા પામજે
          ૬.    સંસ્કાર દીપાવજે
          ૭.    કુટુંબનો પ્રેમ પામ અને આપ
          ૮.    ખૂબ સુખી થા
          ૯.    સફળતાને વર
          ૧૦.   તું અણમોલ
          ૧૧.   કુદરતનું સુંદર સર્જન
     
        દાદીમાનાં અંતરના આશિષ.    

images80.jpg 

   મહારાજઃ  હવે આપણે બધા ભેગા મળીને કૃષ્ણ જનમને
                    ઉજવીશું. સહુ સાથે બોલો ‘નંદ ઘેર આનંદ
                    ભયો જય કનૈયાલાલકી. હાથી દીયો ઘોડા
                     દીયો ઔર દીયો પાલખી.’
    
     શ્રોતાજનઃ અરે, હજુ ગઈકાલે તો માખણ ચોરી, દાણ-
                     લીલા ના પ્રસંગો મહારાજ કહેતા હતા. રાસ-
                     લીલાની રમઝટ માણી હતી. આજે કેમ આમ
                     થયું?

     મહારાજઃ   મારે ફરીથી એ લહાવો લેવડાવવો છે. રૂકમણિનું
                       વિમાન મોડું છે. કાનજીના આવવાના રસ્તે વાહન
                        વ્યવહાર ખોરવાયો છે.      

images58.jpg  

      આજે તો જીવનની સંધ્યા ઢળી ચૂકી છે. છતાંય આસમાનનાં
     સુહાના રંગો માણવા ગમે છે. ડૂબતો સૂરજ પોકારીને કહી રહ્યો છે.
    હું કાલે જરૂર પાછો વળીશ. મારી આભા નાવી ઉમંગો લઈને આવશે.
       આજે ભારતથી સ્નેહીઓ આવવાના હતા. જુવાનીના કાળે આવતા
     ત્યારે ધમાલ મચી જતી. હવે આનંદ જરૂર થાય છે પણ કામકાજમાં
     ધીરી પડી ગયેલી નીના મહેમાનોની રાહ જોતી બેઠી હતી. નેહલનો
     સાથ છૂટી ગયો હતો. બધું જ અ એકલે હાથે કરવાનું હતું. એરપોર્ટ
     લેવા જવાનું. ઘરમાં સાથ આપવાનો. ખેર, મિલન અને સહયોગ
      મુખ્ય હતા.
         સ્નેહીઓ ને મળી ઘણોજ આનંદ થયો. ગામગપાટા મારતા રોજ 
      રાતના બાર વાગી જતા. બધું હતું છતાં કાંઈક ખૂટતું જણાયું. અને
      એ હતો નેહલનો સાથ. વાતમાં ને વાતમાં સુરભી બોલી, આ વખતે
      એક સુંદર સલાહ મને ઘરના વડીલે આપી છે. આડીઅવળી વાતો 
      બંધ થઈ ગઈ. બધાને રસ પડ્યો એ સલાહ સાંભળવામાં.
            અરે, ઘરના દરેકે રસ દાખવ્યો. નીના પણ કામ પડતું મૂકીને
       વાત સાંભળવા આવી ગઈ. સુરભીએ ગળું ખંખેર્યું. ગરદન ઊંચી કરી
       અને બોલવા લાગી. જુઓ, આ સલાહ છે. કોઈએ બંધ બેસતી પાઘડી
       પહેરી લેવાની નહીં. પણ જો અમેરિકા ફરવા આવ્યા છીએ તો આપણને
       બધાને તે ખૂબ કામમાં આવશે. અને આપણી અમેરિકાની યાત્રા આનંદથી
       પૂરી થશે.
       હવે ક્યારે સુરભી વાત ચાલુ કરે, બધા તલપાપડ થઈ ગયા હતા.
      સાંભળો, આપણા આ શાંતીકાકાની સલાહ છે.
      ૧. અમેરિકામાં સહુથી પહેલાં સ્ત્રીને મન પતિ અને પતિને મન સ્ત્રી.
      ૨. પછી વારો આવે તેમના બાળકોનો યા પરિવારનો.
      ૩. મિત્રો, એટલે સર્વસ્વ, તેની તોલે કોઈ ન આવે.
      ૪. હવે જો કોઈ મહત્વનું હોય તો પત્નીના સગાવહાલા.
      ૫. મને કમને પતિના કુટુંબનાં.
      ૬. અંતે જો પતિના દૂરના રિશ્તેદાર.
        હવે તમે કઈ શ્રેણીમાં આવો છો એ તમારે નક્કી કરવાનું. શાંતીકાકા
         સહુથી પહેલીવાર અમેરિકા ફરવા ૧૯૮૦ માં આવ્યા હતા. ત્યાર પછી
         ચારવાર દિકરાને ત્યાં આવી ગયા. હંમેશ તેમની યાત્રા સુખદ અનુભવો
         નો મેળો બનતી. કદીયે ખાટું મન કરીને ગયા ન હતા. તેમની સલાહ
         પરિવારમાં સઘળા લેતા તેથી મોકળે મને બધાને આપતા અને શુભેચ્છા
         પાઠવતા.   

images24.jpg  

    મહોબ્બત શું માત્ર  દિલની  ધડકન નું નામ છે?
      અરે દિલ ધડકે ના ધડકે એ તો સદા આબાદ છે.
      

કોણ તમારું છે અને કોણ મારું છે
      આ જગે સઘળું અંહી નું અંહી છે
      જીવ્યા સુધી ભોગવ્યું આપણું છે
      મર્યા પછી ક્યાં કશાનું ઠેકાણું છે
     

  લખી લખી ને કાગળ મોકલ્યો છે
       સરનામામાં ‘મંદિર’એમ લખ્યું છે
       ટપાલ પર ‘ખાલી’ ની છાપ છે
       શું ઈશ્વર તેં ઘર ખાલી કર્યું છે?
    

મતલબની આ દુનિયામાં તારી નાવ હંકારી જા
       ભરતી આવે કે ભેખડ તારી મસ્તીમાં જીવ્યે  જા
      

બેફામ બનેલી જુવાનીને બહેકવા દો
         આ દિલને તેની અડફટે ચડવા દો
       પાન ખરતા ભાળી કુંપળોને હસવા દો
         થાપટ ખાઈ ભાન સાન આવવા દો
             

યાદ રહે દિલ સાફ રહે
              નેકી હરદમ કરતો જા
              સરતી જતી આ જિંદગાની
              રેતમાં પગલાં પાડતો જા

images41.jpg

       રક્ષાબંધન
     શ્રાવણ સુદ પૂનમ ૨૦૦૭
       મંગળવાર

  આજનો પવિત્ર દિવસ
      ભાઈ બહેનના પ્યારનો મંગલ દિવસ
         સહુ મિત્રોને શુભકામના
   
    ભાઈ બહેનનો પ્યાર
      હૈયાનો હાર
        વહાલની ધાર
           કલાઈનો અલંકાર
             વાણીનો વ્યવહાર
                વેરઝેર ના લગાર
                   સુહાના સંસ્કાર
                      જીવનનો સાર
      હૈયાના પ્યારના તાણાવાણાથી રચેલ રાખડી
      ભાઈની કલાઈએ બાંધી.
      પ્રેમની આરસી  મલકાઈ.
            
              બહેનના આશિષ

images41.jpg

  આજે—
 અરે, આજે તો વહેલાં ઉઠૉ!  કેમ વળી આજે શું કાઈ ખાસ વાત છે તે વહેલો
 ઉઠું? શ્રીમતીજી રસોડામાંથી તડૂક્યા, તમને તો કશું યાદ રહેતું નથી. આજે
 રક્ષાબંધન છે ભૂલી ગયા? તમારા મોટા અને નાના બંને બહેનો આવશે. તમને
 કહ્યું હતું પરબિડયું લાવજો. લાવ્યા ખરા? હે ભગવાન તમને શું કહેવું. આ ઘર,
 નોકરી, છોકરાવના ભણતર, મોંઘવારી તમને ક્યાં કશું યાદ રહે છે.
   હું બજારમાંથી સમોસાને રસગુલ્લા લાવી છું. તમે તૈયાર થઈને બેસો નહીતર
 બહેનો જશે પછી નોકરીએ જવાનું મોડું થશે.
 
     ગઈકાલે——
   કઈ સાડી પહેરું? આજે રક્ષાબંધનને દિવસે મારી ભાભી રાહ જોતી હશે. સવારના
  નવ વાગે આવી જઈશ એમ મેં કહ્યું હતું. સાંજના છ વાગે મારી એકની એક વહાલી
  નણદી તેના મોટાભઈને રાખડી બાંધવા આવવાની છે, મારે ઘણી તૈયારી કરવાની
  છે. મારા વીરાને રાખડી બાંધી આવું પછી મારા નણંદના વીરા માટેની તૈયારી.
    મારો ભાઈ થોડો મોડો નોકરીએ જશે. મારા નણંદ કાજે તેનો વીરો થોડો વહેલો
   ઘરે પાછો ફરશે. ભાઈ માટે તેનો ભાવતો દુધીનો હલવો બનાવ્યો છે. રાત માટે
  સમોસાની સંગે નણંદ અને તેના વીરાની ભાવતી બાસુંદી.
    ખરેખર આજનો દિવસ ખૂબજ મંગલ છે.

     આવતી કાલે—–
    અરે રક્ષાબંધન કયા મહિનામાં આવે?  ઓહ,નો મારી પાસે તો આપણું હિંદુ
   કેલેન્ડર પણ નથી. ખેર, ભાઈ છે ભારતમાં અને આપણે અમેરિકામાં શું ફરક
   પડવાનો છે .                       

fftf2cagzkvzycassc0g1caerr6ejcak12d3bcat52tsbcaeorcencagpexvicacnmfcbcaj23i1mcasseigmca0tx3j8caafdwk8cacuje17ca4f6lpocaav2rb7caob05awcad9ru5wcasy7wiq.jpg

 કહી દો  બહારોંને થમ  જાય એક વાત  કહેવી છે

 કહી દો વર્ષાની  રીમઝીમને  મનમૂકી પલળવું છે

 કહી દો  ટમટમતા  તારલાને  તુજને  નિરખવું છે

 કહી દો સૂરજને ધીરે તપે લાખેણી વેણી કરમાય છે

 કહી દો  નદીને   ધીરે વહે  જળમાં પાન કરવું છે

 કહી દો સમંદરને ધસમસે આજે પગ પખાળવા છે

 કહી દો ધોમ ધખતી રેતને તેની અફાટતા જોવી છે

 કહી દો  વાયરાને લટ  ઉડાડે સંગે  ગેલ કરવી છે

 કહી દો  મેઘધનુને ખીલે જિવનમાં રંગ ભરવા છે

 કહી દો કુદરતને કોળી ઉઠે  કરામતને માણવી છે

images26.jpg

રોજ સૂરજ ઉગે અને આથમે તમારા વિના

એજ ચાંદો એજ સિતારા ભિન્ન તમારા વિના

સગાં સહુ કિનારો કરી ગયા તમારા વિના

વહાલાંના વહાલ બન્યા દોહ્યલાં તમારા વિના

ભોજનમાંથી રસ ઉડી ગયો તમારા વિના

જિંદગી શુષ્ક અને નિરસ બની તમારા વિના

મુખેથી હાસ્ય વિલાયું નરમાયું તમારા વિના

આંસુડા ગાલે સરી સૂકાઈ ગયા તમારા વિના

શ્રીજીનું સાન્નિધ્ય માણી રહી તમારા વિના

મોહમાયા થી મન પાછું ફર્યું તમારા વિના

જીવવાની આદત પડી ગઈ તમારા વિના

images60.jpg

    સવારનો ઠંડો પ્રહર હોય. એ મીઠી મધુરી હવામાં ચાલવા નિકળો
  ત્યારે આનંદ શ્વાસદ્વારા અંગે અંગમાં ભરાય છે. ખરું પૂછો તો દેશ
  ના પ્રવાસ દરમ્યાન એ સમય ખૂબ સુહાનો લાગે છે. મુંબઈમાં
  જન્મી, મુંબઈને ખોળે બાળપણ અને યુવાની વિતાવી. યુવાનીના
  મધ્યાહ્ને અમેરિકા આવી તે આજ સુધી અંહી જ ખોડાઈ.
   ગાડી પાટા પરથી ઉતરી ગઈ. એ સુહાની સવારે પ્રિયદર્શિની
  પાર્ક ફરીને સવારે હું ઘરે જતી હતી. રસ્તામાં આવતા બધા વાહનો,
  ચાલી રહેલાં રાહીઓ, શાકવાળા, ફળવાળાની હાથ લારી જોવાનો
  આનંદ માણી રહી હતી. બી.ઈ.એસ.ટી. ની બસો જાય ત્યારે ઊડી
  ન જવાય તેનો ખ્યાલ રાખવો પડતો. મુંબઈ અલબેલી નગરી તેને
  માટે હ્રદયમા અવનવા ભાવ છે. કેમ ન હોય? જ્યાં જન્મ પામી
  બાળપણ,શૈશવ અને જુવાની વિતાવી છે.
   આજના મુંબઈમા ચાલો માની લઈએકે વસ્તી વધારો છે કિંતુ એના
  કરતાં બમણી ગતિએ વાહનો વધ્યા છે. સવાર પડી નથી ને રસ્તા
  પર કીડિયારું ઉભરાય. પી,પી,ને ટ્રીન, ટ્રીન સતત કાનને પરેશાન
  કરે. ખેર, કહેવાની વાત બાજુએ રહી ગઈ.
    હું ચાલતી ચાલતી ઘરે જતી હતી. નેપ્યન્સી રોડ જે માલેતુજારની
  વસ્તી વાળો પ્રદેશ કહેવાય. શાળાની બસ માંથી છોકરીઓ એક પછી
  એક ઉતરી રહી હતી. મને મારો વિદ્યાર્થી કાળ યાદ આવી ગયો.
   તે બાલિકાઓ આંઠ યા નવ વર્ષની હશે. મને મઝા આવી તેથી
  જોવા ઉભી રહી. દસેક છોકરીઓ નીચે ઉતરી ગઈ. એક છોકરી નીચે
  ઉતરી રહી હતી ત્યાં પાછળવાળી છોકરી બોલી,’એ કૂતરું આવ્યું’ પેલી
  છોકરી નો પગ હવામાં ફંગોળાઈ રહ્યો. આંખમીંચી દીધી અને જે બોલી
  હતી તેને વળગી પડી. બસ આખી બસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
   જોરથી તાળીનો અવાજ સંભળાયો અને શબ્દો કાને પડ્યા  કેવી ડરાવી
  તને? પ્રેક્ષક તરીકે દ્રશ્યને માણી રહેલી હું, મારાથી પણ ખડખડાટ
  હસી પડાયું. આખે રસ્તે હસતી, હસતી હું ઘરે પહોંચી.
   પછી શું થયું એ તમારા પર છોડું છું. ———–મારામારી અને      
   હલ્લાગુલ્લા.

images40.jpg

“બસ આંખ મીંચીને ચાલવા માંડ” અરે આ અવાજ ક્યાંથી ઉઠ્યો?
‘અંતરમાંથી’. સાંભળ્યો ન સાંભળ્યો કરવાનો પ્રયત્ન કર્યો પણ
સફળતા ન સાંપડી.આંખમીંચીને તો કાંઈ ચલાતું હશે? અરે લોકો
ખુલ્લી આંખે ચાલે છે છતાંય ખાડામાં પગ પડે છે અને હાડકાં ભાંગે છે.
આ અંતરનો અવાજ શું સૂચવે છે? (more…)

Next Page »