અનજાણ ડગર
August 19, 2007 by pravinash1
“બસ આંખ મીંચીને ચાલવા માંડ” અરે આ અવાજ ક્યાંથી ઉઠ્યો?
‘અંતરમાંથી’. સાંભળ્યો ન સાંભળ્યો કરવાનો પ્રયત્ન કર્યો પણ
સફળતા ન સાંપડી.આંખમીંચીને તો કાંઈ ચલાતું હશે? અરે લોકો
ખુલ્લી આંખે ચાલે છે છતાંય ખાડામાં પગ પડે છે અને હાડકાં ભાંગે છે.
આ અંતરનો અવાજ શું સૂચવે છે? જીવનમાં બધીજ વસ્તુઓને, સંપર્કમાં
આવતા દરેક માનવને, ભાણામાં પિરસાયેલ વાનગીઓને, કે પછી મોહ-
માયામાં ફસાઈ ભૂલોની પરંપરાને ભૂલી શકાય યા અવગણી શકાય કિંતુ
અંતરનો અવાજ ઝંપવા દેતો નથી. મને યા કમને એના દોરવાયા દોરવાવું
જ પડે છે.
સંઘર્ષ વિનાનું જીવન નિરસ છે. સંઘર્ષ અને પ્રવૃત્તિ ઉન્નતિની નિસરણી છે.
તે કાં તો વાવાઝોડાની ઝડપે આવે યા મંદ હવાની લહેરખી બનીને. તેને
પરખવાને યા તેની સામે ઢાલ બનીને ઉભા રહી સામનો કરવાનો અથવા તો
યા હોમ કરીને કૂદી પડવાનું. બાકી રડારૉળ કરી નાસીપાસ થવું એ તો નરી
કાયરતા છે. જીવનમાં વિરતા હોય તો આંગણે આનંદની જાજમ સોહી ઉઠે.
ધૂળની ડમરીથી આંખ બંધ કરવી પડે, તીર કામઠાં નું ત્યાં કામ નહીં. સંઘર્ષ
સમક્ષ પર્વત સમાન અડગ ઉભા રહેવું પડે, બહાર નિકળવાનો માર્ગ બુધ્ધિ
સતેજ કરી શોધવો પડે. ભગવાનને કેંદ્રમાં રાખી તેના સંકેત ઝીલી વિજયી
થવું પડે. આ બધું કરવા છતાંય અંતરનો અવાજ ના દબાય તો તેને માન
આપી અનુસરવામાં માલ છે. જરૂર તેમાં ભાવિના એંધાણ છુપાયા હશે?
વળી પાછો એજ અવાજ. હંમેશા રસ્તા પર ચાલ્યા,નકશા જોયા
હોકાયંત્ર વાપર્યા મઝીલ પામ્યા. કદી ‘અનજાણ ડગર’ પર ડગ ન ભર્યું.
તૈયાર કેડી એ ચાલવા માંડ્યું.નવી કેડી ચાતરી ડગર ક્યાં જશે તેની ભાળ
ન કાઢી! કદાચ એ ઉજાસ તરફ નહી લઈ જાય તેની શું ખાત્રી? અહંથી
ઉભરાતો આ જીવ, શુભ અશુભની આગાહી કરતો, ભૂલોથી ભરેલો જીવનમાં
શેની ખોજ આદરી બેઠો છે? વિકૃત મિજાજ ધરાવતો, સિધ્ધાંતો અને વિચાર-
સરણીની સમય અનુસાર ફેરબદલી કરતો આ જીવ શું ઝંખે છે? ધર્મ વિશે
ઉપરછલ્લી જાણકારી અને અજ્ઞાનથી ઉભરાતો માનવ અનજાણ ડગર પર
ચાલવા આતુર છે.
યુધ્ધથી વિકાસ છે. ઝઘડા અને વગડા વેઠે તે મજબૂત બને. અંતરનો
અવાજ સાંભળી સતેજ બને. આત્મખોજની ઉત્કંઠા જાગે . સ્વપ્નદૃષ્ટા નહીં
સ્વપ્નને હકિકતનું રૂપ આપે. સાધક બને યા સુધારક કશાની પરવા નહીં.
શું કરી રહ્યો છે તેની રતીભાર ખબર પણ નહીં. સામાન્યથી પણ સામાન્ય
તેનું વ્યક્તિત્વ હોય.સામામાણસને આંજી શકે તેવું તો શુ અતિ સાધારણ
તેનું બાહ્ય રૂપ હોય. મૂડીમાં માત્ર અંતરના અવાજને અનુસરવાની શક્તિ.
પ્રશ્નોથી ભરપૂર જીંદગની. પ્રશ્નો સુલઝાવવાતો દૂર રોજ નવા પ્રશ્નોનો
મારો.છતાંય જીવ હથેળીમ લઈને ઘુમવાનું.ઉગતા સુર્યનો પ્રકાશ જિવનમા
સંજીવનીનું કામ કરે. વિષાદ સ્પર્શે અને સરી પડે. સંસારના બંધનમાં છતાં
મુક્ત બની વિહરે.જીવનનું રહસ્ય મૃત્યુ ગળે વળગાડીને ફરે છતાંય હરપળને
શ્વાસમાં ભરી તેની ઉષ્માનું સંભારણું ગાંઠે બાંધે.
એક પળે બસ ગઠરી બાંધી સઘળું વિસારી ‘અનજાણી ડગર’ પર ચાલવા
માંડે. જેમ દર્પણ જૂઠ ન બોલે તેમ અંતરનો અવાજ ઊંડી ખાઈમાં ન ધકેલે.
જ્યારે ડગ ઉપાડે ત્યારે બીજો ડગ મૂકવાનો મારગ આપોઆપ ખુલી જાય.
અરે જ્યાં જળની આસ ન હોય ત્યાં તૈયાર ભાણું પામે. જ્યાં આવકારની
ગુંજાઈશ ન હોય ત્યાં મહેમાનગતીથી ભિંજાઈ જાય.નાનાશા તેજના બિંદુને
ધ્રુવનો તારો ગણી ચાલવા માંડે. ક્યાં ખબર હતી કે એ બિંદુ તેને માટે
નવી સૃષ્ટિના આગમનનું એંધાણ બનશે.
જેમ દર્પણ જૂઠ ન બોલે તેમ અંતરનો અવાજ ઊંડી ખાઈમાં ન ધકેલે.
જ્યારે ડગ ઉપાડે ત્યારે બીજો ડગ મૂકવાનો મારગ આપોઆપ ખુલી જાય.
અરે જ્યાં જળની આસ ન હોય ત્યાં તૈયાર ભાણું પામે. જ્યાં આવકારની
ગુંજાઈશ ન હોય ત્યાં મહેમાનગતીથી ભિંજાઈ જાય.નાનાશા તેજના બિંદુને
ધ્રુવનો તારો ગણી ચાલવા માંડે. ક્યાં ખબર હતી કે એ બિંદુ તેને માટે
નવી સૃષ્ટિના આગમનનું એંધાણ બનશે.
vaah!
bahuj saras Pravinaaben
ચિંતન લેખ..મર્મ અને હૃદય-સ્પર્શિ છે.