કહી દો
August 27, 2007 by pravinash1
કહી દો બહારોંને થમ જાય એક વાત કહેવી છે
કહી દો વર્ષાની રીમઝીમને મનમૂકી પલળવું છે
કહી દો ટમટમતા તારલાને તુજને નિરખવું છે
કહી દો સૂરજને ધીરે તપે લાખેણી વેણી કરમાય છે
કહી દો નદીને ધીરે વહે જળમાં પાન કરવું છે
કહી દો સમંદરને ધસમસે આજે પગ પખાળવા છે
કહી દો ધોમ ધખતી રેતને તેની અફાટતા જોવી છે
કહી દો વાયરાને લટ ઉડાડે સંગે ગેલ કરવી છે
કહી દો મેઘધનુને ખીલે જિવનમાં રંગ ભરવા છે
કહી દો કુદરતને કોળી ઉઠે કરામતને માણવી છે