રાખડી
August 27, 2007 by pravinash1
આજે—
અરે, આજે તો વહેલાં ઉઠૉ! કેમ વળી આજે શું કાઈ ખાસ વાત છે તે વહેલો
ઉઠું? શ્રીમતીજી રસોડામાંથી તડૂક્યા, તમને તો કશું યાદ રહેતું નથી. આજે
રક્ષાબંધન છે ભૂલી ગયા? તમારા મોટા અને નાના બંને બહેનો આવશે. તમને
કહ્યું હતું પરબિડયું લાવજો. લાવ્યા ખરા? હે ભગવાન તમને શું કહેવું. આ ઘર,
નોકરી, છોકરાવના ભણતર, મોંઘવારી તમને ક્યાં કશું યાદ રહે છે.
હું બજારમાંથી સમોસાને રસગુલ્લા લાવી છું. તમે તૈયાર થઈને બેસો નહીતર
બહેનો જશે પછી નોકરીએ જવાનું મોડું થશે.
ગઈકાલે——
કઈ સાડી પહેરું? આજે રક્ષાબંધનને દિવસે મારી ભાભી રાહ જોતી હશે. સવારના
નવ વાગે આવી જઈશ એમ મેં કહ્યું હતું. સાંજના છ વાગે મારી એકની એક વહાલી
નણદી તેના મોટાભઈને રાખડી બાંધવા આવવાની છે, મારે ઘણી તૈયારી કરવાની
છે. મારા વીરાને રાખડી બાંધી આવું પછી મારા નણંદના વીરા માટેની તૈયારી.
મારો ભાઈ થોડો મોડો નોકરીએ જશે. મારા નણંદ કાજે તેનો વીરો થોડો વહેલો
ઘરે પાછો ફરશે. ભાઈ માટે તેનો ભાવતો દુધીનો હલવો બનાવ્યો છે. રાત માટે
સમોસાની સંગે નણંદ અને તેના વીરાની ભાવતી બાસુંદી.
ખરેખર આજનો દિવસ ખૂબજ મંગલ છે.
આવતી કાલે—–
અરે રક્ષાબંધન કયા મહિનામાં આવે? ઓહ,નો મારી પાસે તો આપણું હિંદુ
કેલેન્ડર પણ નથી. ખેર, ભાઈ છે ભારતમાં અને આપણે અમેરિકામાં શું ફરક
પડવાનો છે .
એકદમ સાચી વાત
અહીતો ટી વી યાદ અપાવે જ નહીં સિવાય કે ચેનલ હોય…
is it raksha Bandhana today! I do not remember! May be!!
just joking !