મહોબ્બત શું માત્ર દિલની ધડકન નું નામ છે?
અરે દિલ ધડકે ના ધડકે એ તો સદા આબાદ છે.
કોણ તમારું છે અને કોણ મારું છે
આ જગે સઘળું અંહી નું અંહી છે
જીવ્યા સુધી ભોગવ્યું આપણું છે
મર્યા પછી ક્યાં કશાનું ઠેકાણું છે
લખી લખી ને કાગળ મોકલ્યો છે
સરનામામાં ‘મંદિર’એમ લખ્યું છે
ટપાલ પર ‘ખાલી’ ની છાપ છે
શું ઈશ્વર તેં ઘર ખાલી કર્યું છે?
મતલબની આ દુનિયામાં તારી નાવ હંકારી જા
ભરતી આવે કે ભેખડ તારી મસ્તીમાં જીવ્યે જા
બેફામ બનેલી જુવાનીને બહેકવા દો
આ દિલને તેની અડફટે ચડવા દો
પાન ખરતા ભાળી કુંપળોને હસવા દો
થાપટ ખાઈ ભાન સાન આવવા દો
યાદ રહે દિલ સાફ રહે
નેકી હરદમ કરતો જા
સરતી જતી આ જિંદગાની
રેતમાં પગલાં પાડતો જા
