પ્રથમ પૌત્ર
August 31, 2007 by pravinash1
૧૯૯૬ ની સાલ, સંધ્યા ખીલી હતી. આજે મારી મોટી
પુત્રવધુને ચેન પડતું ન હતું. સવારથી દવાખાને લઈ ગયા.
અને રાતના ૧૧ વાગે ધરતી પર અવતરણ થયું. ૨૬ ઔગ.
૧૯૯૬. ‘અવિ’
અને દિલમાં સ્ફૂર્યું.
શ્રીજી તારા દર્શન થાય મારું મુખલડું મલકાય.
શ્વાસે શ્વાસે તાર સંધાય મારું મુખલડું મલકાય.
નિંદરરાણી પ્રસન્ન થાય મારું મુખલડું મલકાય.
સુંદર સ્વપના સોહાય મારું મુખલડું મલકાય.
મમ્મીનું મન હરખાય મારું મુખલડું મલકાય.
પાપાનું ચિત્ત ચોરાય મારું મુખલડું મલકાય.
કાકાને કૌતક થાય મારું મુખલડું મલકાય.
દાદા દિલડાના દે દાન મારું મુખલડું મલકાય
બસ એ જ ચહેરો આજે અવિ ‘૧૧’ વર્ષનો
થયો ત્યારે આંખ સમક્ષ તરવરે છે.
૧. તું ખૂબ પ્યારો
૨. દિલનો તું સાફ
૩. કુશળ હોંશિયાર બાળ
૪. સોહામણો
૫. ઉત્તમતા પામજે
૬. સંસ્કાર દીપાવજે
૭. કુટુંબનો પ્રેમ પામ અને આપ
૮. ખૂબ સુખી થા
૯. સફળતાને વર
૧૦. તું અણમોલ
૧૧. કુદરતનું સુંદર સર્જન
દાદીમાનાં અંતરના આશિષ.
Very nice.
August 26th is a very good day as a ‘Birthday’.
Ask why?
Because it’s the birthday of some one like me..!
God bless him, “Aayushyamaan bhavo”
Sorry Belated Happy Birthday