Feed on
Posts
Comments

Archive for September, 2007

      
       ૨જી ઓક્ટોબર, ૨૦૦૭ પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મ
   દિવસ. હ્યુસ્ટનમાં તો ખૂબ શાનદાર રીતે ઉજવાય છે.એને
   દુનિયાભરમાં ‘શાંતિ દિન’તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
     પણ જ્યારે  પ્યારા બાપુની વાત નિકળે છે અને લોકોના
   મુખ પરના ભાવ પલટાય છે તે જોઈ હ્રદયમાં ચિત્કાર ઉઠે
   છે અને મનમા ને મનમા થાય છે “સારું થયું બાપુ તમને
   ગોડસેએ ગોળીથી [...]

Read Full Post »

   
    નાનપણની ખાટીમીઠી યાદોં જો આજે ચગળવા બેસું તો સહુથી
  પહેલાં મારા કાનમાં ગુંજી ઉઠે–’હું ડોક્ટર અને તું મારો ક્મપાઊન્ડર’.
 આ સો ટચના સોના જેવી સત્ય હકિકત છે. નાનપણથી મને ડોક્ટર
  બનવું હતું. ઢીગલા ઢીંગલીની રમતમાં પણ હું મા બનવાને બદલે
  ડોક્ટર બની ઢીંગલીને ગળામાં દોરી નાખી સ્ટેથોસ્કોપ બનાવતી.
   ખેર, આજે તો મારે ચાર પૌત્ર અને પૌત્રી [...]

Read Full Post »

   
    ૨૧મી સદીનો માણસ ઉઠે ત્યારથી દોડતો જ હોય છે. અરે દોડે તો નદી પણ છે.
 કિંતુ એને ખબર છે એને ક્યાં જવું છે. કોને મળવા તે ઉત્કટ છે. જ્યારે આજનો
  માનવ ભૌતિક સુખો પાછળ અને પૈસાની પાછળ નથી જોતો સવાર, સાંજ,ભૂખ
  કે તરસ. અરે, એનાથી એક કરતાં વધુ બાળકો પણ ઘરમા પરવડતા નથી.
   જ્યાં પૈસાની છનંછના [...]

Read Full Post »

 પુડોઃ           લગનની મોજ માણતો. ભર પેટ ખાતો.
                    પછી નિરાતે ઘોરતો.સુંદર સ્વપના જોતો.
 પિતાજીઃ       અલ્યા ટ્પુડા ઉઠ ને આજે નિશાળે નથી
                     જવાનું?
 ટપુડોઃ         પપ્પુ, આપણે આ સોનિયા ગાંધીને બી.જે.
                     પી. ના વાંઢા કે વિધુર મહારથી જોડે
                      પરણાવી દઈએ તો કેવું?(સપનાની અસર)
 પિતાજીઃ       (માથું ખંજવાળતા) કેમે રે તને એવો વિચાર
                     કેમ કરીને આવ્યો?
 ટપુડોઃ          આપણા ભારત દેશના ૭૫ ૦/૦ પ્રશ્નો
                   [...]

Read Full Post »

સહુ સારુ

   
     આ જગે સહુ સારુ માનો ના  નઠારુ
     મારુ કહ્યું તમે માનો નહી તો નઠારુ
    નાના,મોટા સારા નહીંતો વૃધ્ધ સારા
    સહુ સારા લાગે માનો, જો ખુદ સારા
   સુંદર કે વિકલાંગ યા ના સમજ સારા
   સુંદરતા વસે આંખોમાં, જો ખુદ સારા
   ભણેલા યા અભણ કે પછી  બને  સારા
   વિચારો  કહો સામાન્ય બુધ્ધિવાળા સારા
   ગરીબ તવંગર [...]

Read Full Post »

          શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાધ્ધ કહેવાય. પછી તે અમૂક દિવસોમાં જ
   કરવાનું હોય કે અમૂક સમયે તે અગત્યનું નથી.
      હિંદુ પંચાંગ અને પરંપરા મુજબ ભાદરવાની પૂનમથી ભાદરવાની અમાસ
    એ શ્રાધ્ધના દિવસો ગણવામાં આવે છે. એ દિવસો દરમ્યાન કુટુંબમાંથી
    ગુમાવેલ પ્યારી વ્યક્તિઓને યાદ કરી તેમના ગુણોનું ગાન કરીએ છીએ.
    રૂઢીચુસ્ત લોકો તેમને ભાવતા ભોજન જમે [...]

Read Full Post »

  
             અપૅક્ષા  ઈચ્છાને પોષે છે.
    
       ઈચ્છા અનર્થનું મૂળ છે.
        અહં ઈચ્છાનું  ઉદભવ સ્થાન છે.
      
         સ્વાર્થ  અહંને  સીંચે  છે.
          માનવ  જીવન  સ્વાર્થના  પાયા પર નહીં
  
                  સમતાના  નક્કર પાયા પર  ઉભેલી  ઇમારત
                        હોવી  જરૂરી  છે. 

Read Full Post »

  
    પારો  આજે  ખૂબ ખુશ હતી. આમ પણ પારોનો  સ્વભાવ ખૂબ સુંદર.  જો તમે તેનું
  મોઢું વિલાયેલું જુઓ તો થશે આજે સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? કારણ પણ ખુશ
  થવા જેવું જ હતું. એની લાડકી દિકરીને પહેલે ખોળે દિકરો અવતર્યો હતો.. પેંડા
  બનાવવામાં મશગુલ પારો  ગુનગુનાતી હતી. ‘ તમે મારા દેવના દીધેલ છો, આવ્યા
  ત્યારે અમર [...]

Read Full Post »

ખુશખબર

 
         આપ સહુને જણાવતા હર્ષ થાય છે કે
    ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ એ હવે પોતાની વેબસાઈટ
      બનાવી છે. તો હવે નવી વેબસાઈટનું
       સરનામું છે.
      ‘ www.gujaratisahityasarita.org’
    અને પછી ‘મન, માનસ અને મનન’ પર ક્લીક કરવાનું.
             અથવા
       ‘www.pravinakadakia.gujaratisahityasarita.org’
        સહુ મિત્રોને અગવડતા બદલ ક્ષમા ચાહું છું
                  આપ સહુની   પ્રવીણા અવિનાશ કડકિઆ

Read Full Post »

     ચિત્ર   એક  દોર્યું મેં  આજે
     પૂર્યા  રંગ  તેમાં  મેં  સાંજે
     નથી ચોક કે પીંછીં મેં લીધી
     છતાં તે દીસે સુંદર ને ગાજે
     એકે   લીંટીં નથી  મેં  ભૂસી
     રંગોની નથી મિલાવટ  કીધી
     જિંદગીનું ચિત્ર જાતે દોરાતું
     નવી લીટી  નથી ઉમેરાતી
     જૂની લીંટી નથી  ભૂંસાતી
      દોરાય જાતે છતાં કહું આજે
      ચિત્ર  એક  દોર્યું  મેં  આજે

Read Full Post »

Older Posts »