નંદકુમાર
September 3, 2007 by pravinash1
કૃષણ જન્મ થાય જન્માષ્ટંમીએ
નવું ભજન સ્ફૂરે અંતરની અટારીએ
હો, મારા આંગણીયામાં આજ
ખેલે નંદનો કુમાર ગોપ ગોપીઓની સાથ
મારે હૈયે ઉમંગ ન માયેજી
તેના મુખપર રેલે સ્મિત
તેને અંગે ભરી પ્રીત નિસરે મધુરું સંગીત
મારે હૈયે ઉમંગ ન માયેજી
માતા જશોદાનો લાલ
નંદબાબાને દરબાર ગોકુળમા તેનો તરખાટ
મારે હૈયે ઉમંગ ન માયેજી
એ છે માખણનો ચોર
છેડે બંસીનો શોર જમનાતીરે નાચે મોર
મારે હૈયે ઉમંગ ન માયેજી
આંખડી પામી દર્શન આજ
મૂકી સઘળી લોક લાજ પામી અલૌકીક રાજ
મારે હૈયે ઉમંગ ન માયેજી
આજે સુંદર ભજન માણાવા મળ્યું! આભાર