સિક્કો ઉછાળીએ
September 11, 2007 by pravinash1
હાથોમાં હાથ રાખીએ કે મુઠ્ઠી વાળીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીઍ
પહેલાં સંબધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
એ તોડવા માટે પછી માથું પછાડીએ
આંખોમાં શૂન્યતાના કુબાઓ બનાવીએ
એ સહુમાં કોઈ ખાસ સ્વજનને વસાવીએ
સંભાવનાની આવ અધૂરપ મટાડીએ
એકાંતને સાથે મળી મોઢું બતાવીએ
રેતીમાં નામ લખીએ કે પથ્થર તરાવીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ
જવાહર બક્ષી
ખુબ જ સુંદર રચના અને અભિવ્યકિત.
પહેલાં સંબધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
એ તોડવા માટે પછી માથું પછાડીએ
khub j sundar vaat kahi…
sundar kruti…
vah bahu ja saras vaat!
સંભાવનાની આવ અધૂરપ મટાડીએ
એકાંતને સાથે મળી મોઢું બતાવીએ
વાહ! જવાહર બક્ષી ! મસ્ત મજાનો શે’ર !