ઘૂંઘટમાં નથી
September 12, 2007 by pravinash1
કંઈ નથી બનતું છતાં સંબંધ સંકટમાં નથી
પ્રેમ તો હોવાપણામાં છે,એ વધઘટમાં નથી
પ્રેમ જેનું નામ છે એ તો છે એક વહેતી ભીનાશ
જળ વિના કોઇ નદી તટ,પટ કે પનઘટમાં નથી
તટ ઉપર રહીને તમાશો દેખનારા! ભૂલ નહી
જો નદી છે તો જ તટ છે,પણ નદી તટમાં નથી
રૂપ તારું કલ્પનાથી પણ વધુ આગળ ગયું
સ્વપ્નમામ જોયો તો જે ચ્હેરો એ ઘૂંઘટમાં નથી
ઘટ ફૂટ્યો,માટીમાં માટી તો મળી,એક ફેર છે
જે હતું આકાશ ઘટમાં, એ હવે ઘટમાં નથી
જવાહર બક્ષી