images32.jpg

ગણપતિ બાપા મોરિયા રે
                 બાપા મોરિયા રે
                 બાપા મોરિયા રે

       વિનાયક યા ગણેશચતુર્થિ નો તહેવાર ભારતમાં અને તેમાંય મહારાષ્ટ્રમાં
     ખૂબ ધામધૂમથી ઉજવાય છે. મુંબઈમાં તો સિધ્ધિવિનાયકનું મંદિર તો શહેર
     મધ્યે યાત્રાધામ રૂપે ખડું થઈ ગયું છે. કોઈપણ શુભકાર્ય હોય, લગ્ન હોય,
   નવાઘરનું ભૂમિપૂજન વાસ્તુ યા પ્રવેશ સહુથી પહેલાં ગણપતિનું સ્મરણ અને
    પૂજન હોય જ.
     એકદંત, ચાર ભૂજા, મોટું પેટ, મૂષકનું વાહન અને પ્રસાદમા લાડુ એટલે
    ગણપતિનું દર્શન. ગણપતિ વિદ્યાવાન જેમણે વ્યાસજીએ ખુદ મહાભારત  

      લખાવ્યું.      આપણા ભારતની કોઈ પણ જાતિ, પ્રાત કે વર્ણ નહી હોય

જેમને ગણપતિમાં  શ્રધ્ધા ન હોય. અખિલ ભારતમાં જે દેવ પૂજ્ય છે તેવા

ગણપતિનાં  ચરણકમળમાં    શત શત પ્રણામ.
     આ ગણેશચતુર્થિના પર્વે જૈન મિત્રો ને  ‘મિચ્છામી દુકડમ’
   સહુને ખૂબ ખૂબ શુભ કામના.
      બાપા મોરિયા રે
         બાપા મોરિયા રે
        ગણપતિ બાપા મોરિયા રે