મોંઘી પડી
September 15, 2007 by pravinash1
દૂરતા કોઈ વખત મોંઘી પડી
પણ નિકટતા તો સતત મોંઘી પડી
જીવવા જેવું જ જિવાયું નહી
જીવવાની આવડત મોંઘી પડી
મ્હેક તારા શહેરમાં સારી હતી
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી
આમ તો ઘરમાં કશું નહોતું છતાં
બહાર રહેવાની શરત મોંઘી પડી
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો
શબ્દ સાથેની રમત મોંઘી પડી
જવાહર બક્ષી
Posted in ગમતી ગઝલ | 1 Comment
Leave a Reply
જવાહર બક્ષીની મારી મનગમતી ગઝલોમાંની એક… લાંબા સમય પછી આ બ્લૉગની મુલાકાત લઈ શકાઈ… સરસ જમાવટ થઈ છે….
અભિનંદન…!