ત્યારે ગઝલ સરજાય છે
September 15, 2007 by pravinash1
કૈંક પીડા ઓગળે ત્યારે ગઝલ સર્જાય છે
આંસુ જ્યારે ઓગળે ત્યારે ગઝલ સર્જાય છે
આહ દિલથી નિકળે ત્યારે ગઝલ સર્જાય છે
જામ ચીસોના ઢળે ત્યારે ગઝલ સર્જાય છે
જખ્મ જૂનાં સળવળે ત્યારે ગઝલ સર્જાય છે
ભીતરે કૈં સળવળે ત્યારે ગઝલ સર્જાય છે
વેદના ટોળે વળે ત્યારે ગઝલ સર્જાય છે
સેંકડો સપના બળે ત્યારે ગઝલ સર્જાય છે
ડૂસકાં સૌ ટળવળે ત્યારે ગઝલ સર્જાય છે
હોય કાં ડુમો ગળે ત્યારે ગઝલ સર્જાય છે
ઠોકરો જ્યારે મળે ત્યારે ગઝલ સર્જાય છે
શબ્દમાં લોહી ભળે ત્યારે ગઝલ સર્જાય છે
જીંદગી ખુદને છળે ત્યારે ગઝલ સર્જાય છે
મોત આવે અટકળે ત્યારે ગઝલ સર્જાય છે
sundar vichaar