images7.jpg

     ચિત્ર   એક  દોર્યું મેં  આજે
     પૂર્યા  રંગ  તેમાં  મેં  સાંજે

     નથી ચોક કે પીંછીં મેં લીધી
     છતાં તે દીસે સુંદર ને ગાજે

     એકે   લીંટીં નથી  મેં  ભૂસી
     રંગોની નથી મિલાવટ  કીધી

     જિંદગીનું ચિત્ર જાતે દોરાતું
     નવી લીટી  નથી ઉમેરાતી
     જૂની લીંટી નથી  ભૂંસાતી
      દોરાય જાતે છતાં કહું આજે
      ચિત્ર  એક  દોર્યું  મેં  આજે