શ્રાધ્ધ
September 27, 2007 by pravinash1
શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાધ્ધ કહેવાય. પછી તે અમૂક દિવસોમાં જ
કરવાનું હોય કે અમૂક સમયે તે અગત્યનું નથી.
હિંદુ પંચાંગ અને પરંપરા મુજબ ભાદરવાની પૂનમથી ભાદરવાની અમાસ
એ શ્રાધ્ધના દિવસો ગણવામાં આવે છે. એ દિવસો દરમ્યાન કુટુંબમાંથી
ગુમાવેલ પ્યારી વ્યક્તિઓને યાદ કરી તેમના ગુણોનું ગાન કરીએ છીએ.
રૂઢીચુસ્ત લોકો તેમને ભાવતા ભોજન જમે છે. બ્રાહ્મણોને દાન કરે છે. પીંડ
પૂરે છે. તેઓને તર્પણ કરે છે.
શ્રધ્ધા પૂર્વક વિછડેલાને યાદ કરી . તેઓ જ્યાં પણ હોય ત્યાં
શાંતિથી હોય તેવી પ્રાર્થના. કોઈના પણ વગર દુનિયા અટકી નથી અને
અટકવાની પણ નથી. આજે તમે છો, કાલે આપણે સર્વેએ એજ રસ્તે જવાનું
છે એ યાદ રહે. આ દુનિયામા જન્મ તેનું મૃત્યુ નક્કી છે. આપણે સર્વે આ
ફાની દુનિયાના મુસાફરો છીએ તે યાદ શ્રાધ્ધના દિવસો અપાવે છે..

શ્રાદ એટલે વિદાય લઈ જતા રહેલા સ્વજનની યાદ ! દુનિયામાં એક યા બીજી રીતે જરુર મનાવવામાં આવે છે. ડેથ-એનીવસરી એ શ્રાદનું બીજું નામ !
ઘણા માનતા હોય છે કે શ્રાદ્ધનાં દિવસોમાં સારું કાર્ય થાય નહીં પરંતુ મારે મતે તો આ સારામાં સારા દિવસો છે જેમાં પૂર્વજોનાં આશિષ મળતાં હોય છે.