સહુ સારુ
September 28, 2007 by pravinash1
આ જગે સહુ સારુ માનો ના નઠારુ
મારુ કહ્યું તમે માનો નહી તો નઠારુ
નાના,મોટા સારા નહીંતો વૃધ્ધ સારા
સહુ સારા લાગે માનો, જો ખુદ સારા
સુંદર કે વિકલાંગ યા ના સમજ સારા
સુંદરતા વસે આંખોમાં, જો ખુદ સારા
ભણેલા યા અભણ કે પછી બને સારા
વિચારો કહો સામાન્ય બુધ્ધિવાળા સારા
ગરીબ તવંગર યા સાધારણ જન સારા
સંસારે ભાતભાતના લોક,જો ખુદ સારા
પીળા ચશ્મા પીળું, લીલા લીલુ ભાળે
નરી આંખે જો જુઓ તો,જુઓ ખુદ સારા
વિચાર સારો,વાણી સારી,વર્તન સારુ હો
ક્યાંય જો ખોટ આવે તો લાગે જગ નઠારું