સળગતો પ્રશ્ન
September 29, 2007 by pravinash1
૨૧મી સદીનો માણસ ઉઠે ત્યારથી દોડતો જ હોય છે. અરે દોડે તો નદી પણ છે.
કિંતુ એને ખબર છે એને ક્યાં જવું છે. કોને મળવા તે ઉત્કટ છે. જ્યારે આજનો
માનવ ભૌતિક સુખો પાછળ અને પૈસાની પાછળ નથી જોતો સવાર, સાંજ,ભૂખ
કે તરસ. અરે, એનાથી એક કરતાં વધુ બાળકો પણ ઘરમા પરવડતા નથી.
જ્યાં પૈસાની છનંછના છે ત્યાં એક બાળક. જ્યાં હાંલ્લા કુસ્તી કરતાં હોય ત્યાં
બાળકોની લાંબી વણઝાર. આ ક્યાં નો ન્યાય છે? આજનો આધુનિક જુવાન પોતાની
મોજ મસ્તીમાંથી સમય ફાળવી બાળકને આપી શકતો નથી. વજૂદ વગરનું કારણ
આગળ ધરે છે. આજકાલ મોંઘવારી ઘણી છે. શું ગઈકાલે મોંઘવારી ન હતી? શું
એમના માતાપિતાને બાળકો ઉછેરવામાં તકલિફ નહોતી પડી? દરેક માબાપ એમ
જ માનતા હોય છે કે અમારી જેમે કોઈ બાળકો ઉછેરતું નથી. એ વાત સો ટકા સાચી
છે. દરેક માણસ અલગ અલગ પણ શ્રેષ્ઠ રીતે બાળકને પાળી પોષી મોટું કરે છે.
એમાં મારીજ રીત સાચી અને તમારી ખોટી એ ગણિત સાવ ખોટું છે.
દરેક મા બાળકને નવ મહિના ઉદરે ધારણ કરે છે. પછી એ દિકરો હોય કે દિકરી.
હા, દુનિયામાં વસ્તી વધતી જાય છે. ગરીબોની હાલત કફોડી છે. એના માટે
જવાબદાર કોણ? માનવી, સમાજ, સમાજ વ્યવસ્થા, સરકાર કે કુદરત. આ બધા
કારણો આગળ કરી એક બાળક બસ નું સુત્ર અપનાવે છે. આ પ્રશ્ન પર વિચાર કરો.
આજે તો તમને વિચાર કરતાં કર્યા છે. કાલે આપણે આ ચર્ચા આગળ વધારીશું.
ત્યાં સુધી——–

સાવ સાચ્ચી વાત કહી.
sachi vaata kahi……..vicharne agal vadharo…….
સારો વિષય છેડ્યો છે. ખરેખર સળગતો પ્રશ્ન છે આ. આ વાતના સમર્થનમાં હજુ એક મુદ્દો ચર્ચાવો જોઈએ. એકનું એક સંતાન પ્રત્યે માતા પિતાનું બધુ ધ્યાન કેન્દ્રીત થતું હોય છે. એના તમામ લાડ પુરવવામાં આવતા હોય છે. આવા બાળકની સ્વકેન્દ્રી બની જવાની શક્યતા જેને બીજા ભાઈ બહેન હોય એવા બાળક કરતા સહેજ વધુ હોય છે. મારો ભાઈ મારાથી ત્રણ વર્ષ નાનો છે. અમે બે મિત્રોની જેમ મોટા થયા. અમને રમવા માટે ફરવા માટે ભણવા માટે બીજા કોઈની જરૂર પડતી નહીં. પહેલા બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે કોઈ જન્મદિન નિમિત્તે ચોકલેટ આપતું તો હું એને કહેતો મારા ભાઈ માટે પણ આપો. એ આપે તો ઠીક નહીં તો એક જ ચોકલેટ ઘરે લઈ જઈ મારા ભાઈને અડધી આપતો. એક ભાઈ કે બહેન હોય તો વહેંચી ને ખાવું, એના માટે થોડુંક જતું કરવું એવા મહત્વના સંસ્કાર પાંચ સાત વર્ષના બાળકના મન પર બહુ સહજતાથી થાય છે. આવા કારણોસર મને ઘરમાં બે બાળક હોય એનું બહુ મહત્વ લાગે છે.