નાનપણની ખાટીમીઠી યાદોં જો આજે ચગળવા બેસું તો સહુથી
પહેલાં મારા કાનમાં ગુંજી ઉઠે–’હું ડોક્ટર અને તું મારો ક્મપાઊન્ડર’.
આ સો ટચના સોના જેવી સત્ય હકિકત છે. નાનપણથી મને ડોક્ટર
બનવું હતું. ઢીગલા ઢીંગલીની રમતમાં પણ હું મા બનવાને બદલે
ડોક્ટર બની ઢીંગલીને ગળામાં દોરી નાખી સ્ટેથોસ્કોપ બનાવતી.
ખેર, આજે તો મારે ચાર પૌત્ર અને પૌત્રી છે, જેનો મને અતિ
આનંદ છે.
હવે મૂળ વાત પર પાછા ફરીએ. બાળપણ ખૂબ મઝા
મસ્તી,ભણવું ,નવુ નવું શિખવું, ઘરકામમાં પ્રવિણતા મેળવવી એ
બધામાં પસાર કર્યું. જીંદગીમાં કશો અભાવો ન હતો તેથી ચીંતા અને
માથાનો દુખાવો એ બે શબ્દો મારા શબ્દ કોષમાં ન હતા.
વાત એમ છે કે મેટ્રિકમા પહેલો વર્ગ સારા ગુણાંક મેળવી પ્રાપ્ત કર્યો.
પણ તોંતેર મણનો અતિ ભારે શબ્દ!’તો’.ન મનગમતી કોલેજમાં જઈ શકી કે
ન મનગમતો વિષય લઈ સ્નાતક થઈ. જો કે આજે તેનો રતિભાર પણ
અફસોસ નથી. ઉડતાનું ઈશ્વર જે કરે તે સારા માટૅ તેનો સંપૂર્ણ સંતોષ
મુખ પર જણાય છે. મનનો માનીતો મેળવી બે સુંદર બાળકોએ મને માતૃત્વનું
પદ પ્રાપ્ત કરાવ્યું.
આજે જે લખી રહી છું એ મારા ‘અંતરનો અવાઝ’ છે. મારું સપનું મારી
નાની વહુમાં સાક્ષાત્કાર પામ્યું છે. તે આજે ડોક્ટર તરીકે કાર્યરત છે. એક
સુંદર બાળકીની માતા છે. દિકરી’ શબ્દ અંતરને હલબલાવી મૂકે છે. મને
દિકરી નથી પણ હું મારા માબાપની દિકરી છું.
ડોક્ટર હું કેમ ન થઈ એ પ્રશ્ન આજની તવારિખમાં ખૂબ ગૌણ છે. મહત્વનું
છે એ શમણું જે મારી પુત્રવધુમાં પરોક્ષ રીતે જીવાઈ રહ્યુ છે.
“CONGRETULATIONS DEAR RUPALI”
વિશ્વભરમાં ફેલાયેલા અને મહદ અંશે જેમને જાણતા ન હોઇએ તેવા ગુજરાતી જાણનારાઓ સાથે વિચારોને માતૃભાષામાં વહેંચવા માટે બ્લોગીંગ આશિર્વાદ સમાન છે. એન્ટર અને એસકેપ વચ્ચેની આ દુનિયામાં પગ મૂક્યા પછી મન વિચારે અને આંગળીઓ કી બોર્ડ પર તેને અનુસરે .. શબ્દો બે ‘જણ’ ને ઓળખાણ કરાવે .. અને વિચાર વિનિમયનો પ્રારંભ થાય. મારા બ્લોગ – ‘અંતરના ઉંડાણમાંથી’ અને મારી વેબસાઇટની મુલાકાત લેવા આમંત્રણ છે.