Feed on
Posts
Comments

Archive for September, 2007

 
આજે આપણે એવા ભાઈની વાત સાંભળીશુ જેમનું નામ છે સોહિલ.
  ખૂબ મળતાવડા સ્વભાવના. મુખ પર સદાય હાસ્ય. કંઈક કરી છૂટવાની
   તમન્નાની જીવતી જાગતી તસ્વીર. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે.
  ઉંમર માત્ર ૨૧ વર્ષ અને શાદી  સુધા.
      ખૂબ સમજાવવાંમા આવ્યું પણ સાંભળ્ત્યુ નહી અને ૧૯ વર્ષની કુમળી
    વયે લગ્ન કર્યા. શૈશવની બધી પ્રવર્ત્તિમાં ઉમળકાભેર ભાગ લેતા. [...]

Read Full Post »

 
   આપ સહુનો ખૂબ ખૂબ આભાર. જણાવતા આનંદ થાય છે
   કે સાહિત્ય સરિતાની પોતાની નવી વેબ સાઈટ ચાલુ થઈ છે.
     નવું સરનામુ છે. www.pravinakadakia.gujaratisahityasarita.org
      ખૂબ ખૂબ આભાર. જો તકલીફ પડે તો દિલગીરી.
              તમારી  પ્રવિણા અવિનાશ કડકિઆ

Read Full Post »

   
      સાહેબઃ   આજે ઘરે સવારના પહોરમા મારી બૈરી ચા મા ખાંડ નાખવાની
                 ભૂલી ગઈ. મારો દિવસ કોણ જાણે કેવો જશે. ખૂબ ગુસ્સામાં.
     સેક્રેટરીઃ   ખૂબ દેખાવડી પણ કામમા કરે ગરબડ ગોટાળા. એમાં શું? હું
                   છું ને તમારું ધ્યાન રાખીશ.
     સાહેબઃ    લે આકાગળ બરાબર તારીખ પ્રમાણે ગોઠવી લાવ.
 
     સેક્રેટરીઃ     એમાં શું ધાડ મારવાનીએ. બે કલાક પછી [...]

Read Full Post »

        
          
  કોમલ બહેન સવારના સ્કૂટી લઈને આવી ગયા. તેઓ પોતે પણ કુંભારવાડા માં રહે
     છે. ત્યાંની ગલી ગલીથી માહિતગાર ખૂબ સિફતથી સાચવીને બધે લઈ જાય છે. તેમને
     ખ્યાલ છે કે મારી આ રોજનીઆદત નથી. એક વાત કહ્યા વગર રહી શક્તી નથી, કોમલ
     બહેનને બાળકો ખૂબ પ્રેમ કરે છે અને માન ભરી નજરે નિહાળે છે.
      આજે [...]

Read Full Post »

         આજમાં હજુ શ્વાસ લઊં અને ઉચ્છવાસ કાઢું ત્યાં તો આવતીકાલ આવી જાય છે.
   આજે જો નિરાંત હોય તો હું તમને એવા સ્થળે લઈ જઈશ જ્યાં તમે અને હું નિરાંતે
    ગુફ્તગુ કરીશું. ત્યાં ડર જેવી વસ્તુ નહીં હોય. આતંકવાદી શબ્દ જાણે કયા વિશ્વમા
     વિહરતો હશે તેની જાણ નહી હોય. જ્યાં ટેલિફોન પણ દુર્લભ હોય [...]

Read Full Post »

      કૈંક  પીડા ઓગળે  ત્યારે ગઝલ  સર્જાય છે
      આંસુ જ્યારે ઓગળે ત્યારે ગઝલ સર્જાય છે
      આહ દિલથી નિકળે ત્યારે ગઝલ સર્જાય છે
      જામ ચીસોના ઢળે  ત્યારે ગઝલ સર્જાય છે
      જખ્મ જૂનાં સળવળે ત્યારે ગઝલ સર્જાય છે
      ભીતરે કૈં  સળવળે  ત્યારે ગઝલ સર્જાય છે
      વેદના ટોળે  વળે ત્યારે  ગઝલ  સર્જાય છે
      સેંકડો  સપના બળે ત્યારે ગઝલ સર્જાય [...]

Read Full Post »

ગણપતિ બાપા મોરિયા રે
                 બાપા મોરિયા રે
                 બાપા મોરિયા રે
       વિનાયક યા ગણેશચતુર્થિ નો તહેવાર ભારતમાં અને તેમાંય મહારાષ્ટ્રમાં
     ખૂબ ધામધૂમથી ઉજવાય છે. મુંબઈમાં તો સિધ્ધિવિનાયકનું મંદિર તો શહેર
     મધ્યે યાત્રાધામ રૂપે ખડું થઈ ગયું છે. કોઈપણ શુભકાર્ય હોય, લગ્ન હોય,
   નવાઘરનું ભૂમિપૂજન વાસ્તુ યા પ્રવેશ સહુથી પહેલાં ગણપતિનું સ્મરણ અને
    પૂજન હોય જ.
     એકદંત, [...]

Read Full Post »

     
      દૂરતા    કોઈ   વખત   મોંઘી  પડી
       પણ નિકટતા તો સતત મોંઘી પડી
       જીવવા   જેવું  જ  જિવાયું   નહી
       જીવવાની  આવડત  મોંઘી પડી
       મ્હેક તારા  શહેરમાં  સારી હતી
       શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી
      આમ તો ઘરમાં  કશું નહોતું છતાં
      બહાર રહેવાની શરત મોંઘી પડી
       શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો
       શબ્દ  સાથેની  રમત મોંઘી  પડી
           જવાહર બક્ષી 

Read Full Post »

    
         અમે શૈશવના છીએ બાળ
         અમે  કરશું  એવા  કામ
         આ ભારતમાની ધરતી પર રહે ન કોઈ કંગાલ
         અમે વિદ્યા ભણીશું અપાર
         મહેનત  કરીશું  દિનરાત
         આ ભારતમાની  ધરતી પર  રેલાવીશું પ્રકાશ
         અમે  બનીશું  બહાદુર
         કોઈ ભય નથી લગાર
         આ ભારતમાની  ધરતી પર  જ્ઞાનનૉ  ઉજાસ
         અમે  જીવીશું માનભેર
         વિસરો  શોષણે તરાપ
         આ ભારતમાની ધરતી પર  ગર્વથી   વિકાસ
         [...]

Read Full Post »

 વણ માગ્યે
     
      સૂરજે મને આભા આપી
       ચાંદે શીતળતા આપી
         તારાએ આશા આપી
          ફૂલોએ કોમળતા આપી
           નદીએ નિર્મળતા આપી
            આકાશે વિશાળતા આપી
             હિમાલયે ઉંચાઈ આપી
              દરિયાએ મોતી આપ્યા
               વનવગડે ગીચતા આપી
                અફાટ રણે મોકળાશ આપી
                 માતાએ પ્રેમ આપ્યો
                  પિતાએ હૈયાધારણ આપી
                    મનવ પાસે હમદર્દી માગી
                           તો
                    મને નિષ્ફળતા આપી

Read Full Post »

« Newer Posts - Older Posts »