October 2007


     

 images6.jpg

     જીવનના બાગમાં પ્યારનુ ફૂલ ભગ્યશાળીને ત્યાં જોવા મળે છે. હા, બગિચામાં
  ફૂલો ઘણા ઉગે છે. વસંત આવે પ્રતિ વર્ષ ઉગે છે. ખીલી ઉઠે છે અને પાનખરમાં
  વિદાય થાય છે. હા, બીજા વર્ષે ફરી મળશે તેનો કોલ આપે છે. અરે ફૂલોના
  શોખીન જીવડા નવા નવા ફૂલો બાગમાં રોપી અખતરા પણ કરે છે. ઘણી વખત
  પરદેશથી મંગાવી બગીચાની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. એથી આગળ વધીને
  મિત્ર મંડળમાં પોતાના બગિચાના બણગા ફૂંકે છે.
        પ્યારનું ફૂલ એક વાર ઉગે છે. ઉગીને પ્રેમભરી માવજતે ખીલે છે. પછી કરમાવાનું
  નામ નથી લેતું.હવા, પાણી, વર્ષો, ઋતુ કે કાળની તેના પર અસર થતી નથી.જીવન
  પર્યંત તે મહેક્યા કરે છે, ચહેક્યા કરે છે. પ્યારનું મધુરું સંગીત સુણાવ્યા કરે છે. તેની
  સુહાની ખુશ્બુ ફેલાવે છે. જો પ્યારનું ફૂલ કરમાય તો સમજવું ‘પ્યારમાં’કાંઈક કમી હતી.
 દાનતમાં ખોટ હતી.
         વારંવાર ઉગતા પ્યારના ફૂલને શું કહીશું? ‘કાગળનું ફૂલ’ જે નથી કરમાતું કે નથી
  સુગંધ ફેલાવતું. સ્પર્શ પામી નથી લજામણીની માફક શરમાતું. જ્યારે જુઓ ત્યારે એક
  સરખું લાગતું. ન પરવા તેને હ્રદયની લાગણીની કે પ્યારભરી નજરની. ટાઢ, તડકાની
  તેને કોઈ અસર નહી. સમય અને કાળના બંધનથી પર. ક્ષણ ભર કદાચ પહેલી નજરે
  આકર્ષિત કરે. હકિકત નો પર્દાફાશ થાય ત્યારે નિરાશા સાંપડે.
          વફા, બેવફામાં પરિણમે ત્યારે પ્યારનું ફૂલ વસંતમાં પણ કરમાઈને ખરી પડે. પ્યારના
   ફૂલની માવજત માનો તો ખૂબ કઠીન છે અને સ્વિકારો તો સહજ છે. પ્યારના ફૂલની દેખરેખ
   બન્ને પક્ષે સહજ બને તો તે ફૂલ મઘમઘી ઊઠે. ફૂલની સંભાળ દાદ માગી લે છે. જીવનમા
   એવો પણ વળાંક આવે માળીની હાજરી ન વરતાય અને છતાંય તે મઘમઘી રહે.
       બસ સદાય પ્યારની વસંત વરતાય અને તેની હસ્તી ચીરકાળ રહે. 

images39.jpg 

 ટપુડોઃ  હે ભગવાન આજે મેં કોઈનું દિલ દુભવ્યું નથી.
            હે ભગવાન આજે હું જુઠ્ઠુ બોલ્યો નથી.
           હે ભગવાન આજે મેં કામચોરી કરી નથી.
          હે ભગવાન આજે હું બાળકોને વઢ્યો નથી.
          હે ભગવાન આજે મેં પત્નીની રસોઈની ખોડ કાઢી નથી.
          હે ભગવાન આજે ધંધામાં ખોટો માલ કોઈને પધરાવ્યો નથી.
          હે ભગવાન આજે મારો દિવસ અતિ ઉત્તમ જાય તેવી પ્રાર્થના. હવે હું મારી
           પથારીમાંથી ઉઠીને બહાર મારી દિનચર્યા શરૂ કરીશ.
   

images34.jpg   

           ધન્ય છે  લાકડું  આપણી સાથે  બળે છે
 

        અસ્તિત્વ ખુદનું મિટાવી રાખ તે બને છે
    

    પ્યાર જુઓ કાષ્ઠનો જીવ્યા મર્યાના જુહાર
    જીંદગી લગાવ દાવમાં વિચારના લગાર

  

    બેજાન છતા પણ જાનની જે કરે  કદર
    પવન પાણીની સગત અગ્નિ ને આદર

 images9.jpg

     તારું મધુરું સુંદર મુખડુ
   નિહાળવાને નેણ તરસે
   તારી મીઠી વાણી મારે
   કર્ણપટે સંગીત પીરસે
   તારો પ્રેમાળ સ્પર્શ મારા
   તનડાને  ક્યારે  મળશે
   અંશ  તારો  હું  માતા
   જન્મભર  સ્મૃતિ રહેશે
   તું  ભલે જગથી વિખૂટી
   હૈયે   હરદમ  વસે 
   શ્રીજી  અને તારી છબી
   જીવન  મારું   શ્વસે
   ચરણે લાખો વંદન તારે
   આશિષ   શિરે  વરસે
   પૂજ્ય  માની ત્રીજી પુણ્યતિથિ.
         દંડવત પ્રણામ

images20.jpg       

        અમારા ક્લાસમાં આશા અને મનોજ ભણતા હતા. આ વાત વર્ષો જૂની છે.
   જ્યારે આશા પારેખ અને મનોજ હિંદી ચિત્રજગતમાં છવાયેલા હતા. આખો
    વર્ગ રાહ જોઈ રહ્યો હતો ક્યારે તે બંને જણા હિંદી ચિત્રપટમાં સાથે આવે અને
    આખા વર્ગ ને તેમની ઠેકડી ઉડાડી,નિર્દોષ મસ્તી માણે.  આજે ૨૧મી સદીમાં
    નિર્દોષ શબ્દ વાપરવો ઉચીત છે. આ એ જમાનાની વાત છે જ્યારે ટી વી
    હતા નહી. ટેલીફોન હોય એ ભાગ્ય ગણાતું.

    સવારના કોલેજ જતા પહેલા ગીતાનો ફોન આવ્યો. આજનું છાપુ જોયું? મેં
   કહ્યું ના, તો કહે નવું ચિત્રપટ આવ્યું છે જેમાં આશા અને મનોજની જોડી કામ
   કરે છે. મેં પૂછ્યું કયું, તો કહે ‘જીના મરના તેરે સાથ’. બસ પછીની વાત
   કોલેજમાં મળીએ ત્યારે. આજે વર્ગમાં ભણવા જવાની મરજી હતી નહી. અમારા
   જમાનાનું લોટસ સિનેમાઘર બહુ પ્રખ્યાત હતું. વિલ્સન કોલેજથી વરલી જતી
   બસ કરતાં, ગાડીઓ વધુ સગવડવાળી લાગતી. એક તો પૈસા ન થાય અને
   બીજું જલ્દી પહોંચી જવાય. પાંચેક સહેલીઓ લોટસમાં જવા તૈયાર થઈ ગઈ.
  એક કાયદો મને લાગુ પડતો, જો કોઈ છોકરાઓ સાથે જવાના હોય તો આપણા
   રામે ઘર ભેગા થવું પડે.
   નસિબજોગે બધી છોકરીઓ હતી એટલે લોટસ તરફ જવા માટે નિકળ્યા. હવે
  અંગુઠો બતાવીને કોઈની ગાડી ઉભી રખાવવાની હતી. વધુમતે મને પસંદ કરી
  પણ મેં શરત મૂકી ‘હું આગળ નહી બેસું’. તેના માટે વનિતા તૈયાર થઈ. કાફલો
  લોટસ પર પહોચ્યો વધુ એક પરીક્ષા , કોણ આંખ મારીને મેનેજર પાસેથી ટિકીટ
  લઈ આવે. ગમે કે ન ગમે વારાફરતી બધાનો વારો આવતો. ઉષા પર પસંદગી
  ઉતરી. આટલા બધા ભગિરથ કાર્યો કર્યા પછી અંતે ‘જીના મરના તેરે સાથ ‘  
 જોવા પામ્યા.
   તમે નહી માનો, કોઈને પણ વર્ગમાં ખબર ન હતી કે આશા અને મનોજ સાચે
  એક બીજાનાં પ્રેમમાં છે. કોલેજનું આ છેલ્લું વર્ષ હતું તેથી ઉંમર પણ નાદાન ન
  હતી. હા, એ જમાનામાં પ્રેમ લગ્ન ખૂબ જૂજ પ્રમાણમાં થતા હતા તેથી ચર્ચાનો
  વિષય બનતા. રૂઢિચુસ્ત માતા પિતાને મન આ ખૂબ કારમો ઘા લાગતો. આશા
  અને મનોજના ઘરમાં ઘણા વખતથી ખબર પડી ગઈ હતી. એ બંને જણાએ સાથે
  ચિત્રપટ જોયું અને માણ્યું. તેના અંત પ્રમાણે બંને એ નક્કી કર્યું. ખૂબ જ પ્રેમથી
  આનંદમા સાંજ વિતાવી, રાત્રે ચોપાટી પરના ક્રીમસેન્ટરમાં છોલે ભતુરા ખાધા.
 વિબજ્યોરનો  કસાટા એક લઈ બંનેએ એકબીજાને પ્રેમથી ખવડાવ્યા. જોયેલા
  ચિત્રપટનું પ્રખ્યાત ગીત ગાતા ગાતા , હાથમાં હાથ મિલાવી મરીનડ્રાઈવ જતી
  ટેક્સીમાં બેઠા.
   મનોજ બોલ્યો, જયહિંદ કોલેજ અને ટેક્સીવાળો પ્રેમ પંખીડાને જોઈ આનંદમાં
  આવી ટેક્સી મારી મૂકી. એને બિચારાને ભાવિની ક્યાં ખબર હતી. ટેક્સીનું ભાડુ
  ચૂક્વ્યું છૂટા પૈસા તેને બક્ષીસ આપી જયહિંદ કોલેજના પગથિયા ચડવા માંડ્યા.
    લિફ્ટ હતી પણ ના આજે ભરપૂર સહવાસ બને તેટલો માણવો હતો. સાત
   માળ ચઢ્યા, જરા પણ હાંફ નહોતી ચડી. મનોજ ટાંકી પર ચઢ્યો અને હાથ
  લંબાવી આશાને બાહુપાશમાં ખેંચી લીધી. આશા વૈષ્ણવ અને મનોજ જૈન.બંને
  જણાયે પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા. મનોજે પ્રેમથી આશાને ઊંચકી વહાલમાં
  પૂરેપૂરી નવડાવી અને “આપણો પ્રેમ અમર છે” નો નારો લગાવી ટાંકી પરથી——  
               

images13.jpg 

        જીવનમા  ત્રણ અવસ્થા  
   
       જન્મ    જરા     મૃત્યુ

     ત્રણ સ્થિતિ

      ઘન     પ્રવાહી   વાયુ

    ત્રણ  ગુણ

     સત્વ    રજસ    તમસ 

     ત્રણ   સિધ્ધાંત
   
      સત્યમ      શિવમ     સુંદરમ

      સુખી જીવનના ત્રણ  રાગ

       નડો  ના         ડરો   ના       કહો   ના

      જો  જીવનમાં સુખી થવું હોય તો મલ્હારને બદલે ગાવ રાગ નડો  ના.

    સત્ય  કહેતાં  ડરો ના.
   

     કહેવા જેવું  હોય તો   કહો  ના

images6.jpg             

            દશેરા ને દિવસે બ્રાહ્મણોને તડાકો હોય તેથી મને થયું પૂજા
              શરદ પૂર્ણિમાને દિવસે કરીશું.
            બધું નક્કી થઈ ગયું. નોકરી પરથી પાછા વળતાં પૂજાનો
           સામાન લેવા હીલક્રોફ્ટ પહોંચી ગઈ.
             પૂજાનો સામાન તો મળી ગયો. સોપારી બાકી હતી. દુકાન
              વાળા ભાઈ નવા લગ્યા.
       મેં કહ્યું સોપારી રાખો છો ?
  દુકાનદારઃ    ખાવા માટૅ જોઈએ છે કે પૂજા માટે. એક  મિનિટ
                        તો હું સમજી નહી .
    હું                તેથી અનાયાસે નોકળી ગયું.
                      ભાઈ તમને શું ફરક પડે છે.
  દુકાનદારઃ    બહેન, ખાવા  માટે જોઈતી હોય તો સારામાંની
                     મોંઘી બતાવું. પૂજા માટે સસ્તી જૂની ચાલે.
    હું         મારા મનમાં બોલી ખોરી હોય તો પણ ચાલે.

                             જેણે આપણને આટલો વૈભવ અને પ્રતિષ્ઠા આપ્યા તેને માટૅ 
                               આવી દાનત. શરમથી મારું માથું ઝુકી ગયું.  

images4.jpg     

         જ્યારે આપણા ધર્મિક દિવસો ચાલી રહ્યા છે. નવરાત્રા પૂરા
    થયા આજે વિજયા દશમી છે. શરદ પૂર્ણિમાની કાગ ડોળે રાહ
    જોઈ રહ્યા છીએ. તેવા સમયે આપણી શિક્ષણ પ્રણાલિકા જરૂર
    યાદ આવે. ગુરુ-શિષ્યની આપણી સંસ્કૃતિ. ગુરુ પ્રત્યે આદરભાવ
    યાદ હશે એકલવ્યએ ગુરુદક્ષિણામાં  જરા પણ આનાકાની વગર
    પોતાનો અંગુઠો આપી દીધો હતો.
     ત્યાર પછી આવ્યા “માસ્તર”.
   માતાના સ્તર પર હોય તેને આપણે આદરથી માસ્તરની પદવી આપી.
   જેના મારમાં સાર હોય તે માસ્તર ગણાયા.
   માસ્તર મારેય નહી અને માસ્તર ભણાવે પણ નહી,એમણે આદર ગુમાવ્યો.
   એ માસ્તર શા કામના જે પોતાના સ્તર કરતાં નીચલી કક્ષાનું શિક્ષણ આપે.
   માસ્તર જે વિદ્યાર્થિની વિદ્યાનું સ્તર ઉંચુ લાવે.
   વિદ્યાર્થિને જીવનનો રાહ બતાવે.
   તેના જીવનમાં વિદ્યાનો મર્મ સમજાવે.
 
      To day we call them TEACHER. who is more

     interested in getting ‘RICH” rather than

      ”TEACH” or”PREACH”.

images16.jpg      

         યાદ છે ત્યાં સુધી તમને દિલખુશ બરફી ભાવી હતી.
આજે દશેરા છે, ઘરે પધારશો તો જરૂરથી આરોગવા મળશે.
કદાચ આવવાનું શક્ય ન બને તો જીંદગી કેવી રીતે
‘ખાટી મીઠી’ બને તેની તમને રીત જણાવું.

સામગ્રી
૧          કપ હાસ્ય                                                        ૩/૪     કપ દિલગીરી
૧ ચમચી આંસુ                                                               ૧        ચમચો અહંકાર
૧ ચમચ ગુસ્સો                                                               ૧         ચમચી આત્મ સમ્માન
૧/૨ કપ ખુશી                                                               ૧/૨        કપ ડહાપણ
૧/૨ કપ આભાર                                                             ૧          કપ નમ્રતા
૧/૨ ચમચ અદેખાઈ                                                      ૧          ચમચ આવડત
૧ કપ સ્પર્ધા                                                                   ૧/૨      કપ સુઘડતા
૪ ચમચા ઘી
લગભગ ૧૦ જણાને માટેનું પ્રમાણ છે.

માટીના મોટા ઘડાની અંદર ઘી ચોપડો. પછી બીજું
પડ આંસુ અને હાસ્યનું હળવે હાથે કરો. બધી સામગ્રી
તેમાં નાખી રવૈયાથી દસ મિનિટ ભેળવો.
ઓવન ૩૫૦ ફે.પર રાખી ૧૦ મિનિટ ગરમ કરો. પછી
તેમાં બરાબર ૪૦ મિનિટ બેક કરો.
એકદમ ઠંડુ થાય પછી, શરદ પૂર્ણિમાની રાતે દુધપૌંઆની
જોડે તેની મોજ પરિવાર સાથે માણવી.
એક શરત છે , દુધપૌંઆ વાટકીમાં લઈ ચમચીથી ખાવા પ્ણ
‘ ખાટી મીઠી’ જીંદગીની મજા સહુએ જમણે હાથેથી લઈ જમણા હાથમાં
આપીને માણવી. યાદ રહે પ્રમાણ બરાબર જળવાઈ રહે.

images2.jpg       

      રામે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો. સીતાને અશોક વાટિકામાંથી
   છોડાવી. રાવણનો સંહાર કર્યો. અયોધ્યાવાસીઓ ખુશ થયા. સહુથી
   વધુ ખુશી કૈકેયી પુત્ર ભરતને થઈ. તેનું તપ ફળ્યું, રામ, લક્ષમણ
   અને સીતા પાછા પધાર્યા. ઉર્મિલા, રામાયણની એક માત્ર જીવંત
   સ્ત્રી જેણે વિના વાંકે ૧૨ વર્ષ પતિના વિયોગમાં ગાળ્યા. મુખેથી એક
   હરફ પણ ઉચ્ચાર્યા વગર. વિજયા દશમી યા દશેરાનો મહાન ઉત્સવ
   અસ્તિત્વમાં આવ્યો.
    ‘આપણ રામે’શું કર્યું? સાપ ગયાને લીસોટા રહ્યા ઉક્તિ  મુજબ  દર
   સાલની માફક ગાંઠીયા અને જલેબી ખાધા. સાંભળ્યું છે કે ગુજરાતીઓ
   દર દશેરાએ તેનો સવારે ચા સાથે નાસ્તો કરે છે. જાણવા મળ્યું તેથી
   લખું છું. કદાચ મનની ઉપજ પણ હોઈ શકે.
    રામે તો રાવણનો સંહાર કર્યો.. સૂચવે છે ધર્મ નો વિજય. વહેલું કે
  મોડું અધર્મને ધર્મ સામે પરાજિત થવું પડે છે. કાંઈ નહી તો આપણે દશેરા
  જેવા પવિત્ર દિવસે દિલમાં ધર્મના વિચારોનું સ્થાપન કરીશું. હલકા વિચારોને
  તિલાંજલી આપી ઉન્નત વિચારો મનમાં સ્થાપીશું.
    હર દિવસે વિચારીશું
   ૧.   હું ઈશ્વરનો આભાર માનીશ કે મને શાંતિથી વિચારવાની શક્તિ અર્પે.

  ૨.   હું ઈશ્વરનો આભાર માનીશ કે મને સંપૂર્ણ વિશ્વાસ અને સાહસ પૂર્વક
         કાર્ય કરવાની શક્તિ આપે.

  ૩.   હું ઈશ્વરનો આભાર માનીશ મને તક તથા લક્ષ્મીની સહાય મળી છે.

      દશેરાના શુભ દિવસની મંગલકામના.

Next Page »