આ શિર્ષક છે અનેરું
આ વાત છે નિરાળી
સાચું કહું છું સાંભળૉ
૨૧મી સદીની કહાણી
બે બેગ ભરી સામાન લઈને આવ્યા હતા
ગયા ત્યારે બે બેગ સામાન લઈને ગયા
આ સત્ય વાત છે ગીતા પર હાથ મૂકીને કહું છું
શંકા કરશો ના સ્વમાન તે ઓલિયાનું હણશો મા
હા, તમે જાણી ગયા હશો આ કોની વાત છે
જો ન જાણતા હો તો સાંભળો આપણા વતનના
સહુના પ્યારા અને લાડીલા એવા રાષ્ટ્રપતિ
પૂજનીય ડોક્ટર અબ્દુલ કલામની ———
હ્યુસ્ટનના આંગણે તેમનું ભવ્ય સ્વાગત થયું
તેમના દર્શને,વચનામૃતે દિલડું પાવન થયું
સાદગી નું જીવતું જાગતું બોલતું પ્રતિબિંબ
ગરીબોથી માંડીને ગગનને આવરતું પ્રવચન
- સહુની સાથે પ્રેમથી હાસ્ય અને હસ્ત મિલાપ
બાળકો કાજે મૃદુ હાસ્ય અને પ્રેમે આલિંગન
રાષ્ટ્રપતિ ભવનને જેણે બનાવ્યું ‘જનતાભવન’
દેશના ઈતિહાસમા જેનું નામ લખાયુ સુવર્ણમય

સાચ્ચે જ એમના જેવા રાષ્ટૃપતિ મળવા એ આપણુ સદભાગ્ય હતુ. અને એમને ખોવા એ આપણુ દુર્ભાગ્ય છે. ખબર નહી હવે આવા રાષ્ટપતિ આપણને ક્યારે મલશે?
BWkbI2 comment5 ,