રાવણ મરાયો — દશેરા
October 20, 2007 by pravinash1
રામે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો. સીતાને અશોક વાટિકામાંથી
છોડાવી. રાવણનો સંહાર કર્યો. અયોધ્યાવાસીઓ ખુશ થયા. સહુથી
વધુ ખુશી કૈકેયી પુત્ર ભરતને થઈ. તેનું તપ ફળ્યું, રામ, લક્ષમણ
અને સીતા પાછા પધાર્યા. ઉર્મિલા, રામાયણની એક માત્ર જીવંત
સ્ત્રી જેણે વિના વાંકે ૧૨ વર્ષ પતિના વિયોગમાં ગાળ્યા. મુખેથી એક
હરફ પણ ઉચ્ચાર્યા વગર. વિજયા દશમી યા દશેરાનો મહાન ઉત્સવ
અસ્તિત્વમાં આવ્યો.
‘આપણ રામે’શું કર્યું? સાપ ગયાને લીસોટા રહ્યા ઉક્તિ મુજબ દર
સાલની માફક ગાંઠીયા અને જલેબી ખાધા. સાંભળ્યું છે કે ગુજરાતીઓ
દર દશેરાએ તેનો સવારે ચા સાથે નાસ્તો કરે છે. જાણવા મળ્યું તેથી
લખું છું. કદાચ મનની ઉપજ પણ હોઈ શકે.
રામે તો રાવણનો સંહાર કર્યો.. સૂચવે છે ધર્મ નો વિજય. વહેલું કે
મોડું અધર્મને ધર્મ સામે પરાજિત થવું પડે છે. કાંઈ નહી તો આપણે દશેરા
જેવા પવિત્ર દિવસે દિલમાં ધર્મના વિચારોનું સ્થાપન કરીશું. હલકા વિચારોને
તિલાંજલી આપી ઉન્નત વિચારો મનમાં સ્થાપીશું.
હર દિવસે વિચારીશું
૧. હું ઈશ્વરનો આભાર માનીશ કે મને શાંતિથી વિચારવાની શક્તિ અર્પે.
૨. હું ઈશ્વરનો આભાર માનીશ કે મને સંપૂર્ણ વિશ્વાસ અને સાહસ પૂર્વક
કાર્ય કરવાની શક્તિ આપે.
૩. હું ઈશ્વરનો આભાર માનીશ મને તક તથા લક્ષ્મીની સહાય મળી છે.
દશેરાના શુભ દિવસની મંગલકામના.
દશેરા બધા માટૅ ખુશી લઈ ને આવે.
એ જ શુભ કામનાં
અસત્ય પર સત્ય ની વિજય..એમ તો બધા જાણેજ છે..પણ ખબર નહી કેમ્..મને એમ થાય છે કે આપણે દર વખતે રાવણને મારવો પડે છે…મને ફીલ્મ સ્વદેસ નુ એક ગીત ખૂબજ યાદ આવે છે “પલ પલ હે ભારી..” જેમા જાવેદ અખ્તરે લખેલા છેલ્લા શબ્દો મને ખૂબજ ગમે છે. “મન સે રાવણ જો નીકાલે રામ ઊસકે મન મે હે…”..
જો મનમાંથી એકવખત રાવણ નીકળી જાય તો…
I agree with Vimalbhai’s comment. However very often it is difficult to recognise Ravan as he disguises as Ram and that is where awakening ( satat Jagruti) is essential.