રાહ કોણ બતાવે
October 22, 2007 by pravinash1
જ્યારે આપણા ધર્મિક દિવસો ચાલી રહ્યા છે. નવરાત્રા પૂરા
થયા આજે વિજયા દશમી છે. શરદ પૂર્ણિમાની કાગ ડોળે રાહ
જોઈ રહ્યા છીએ. તેવા સમયે આપણી શિક્ષણ પ્રણાલિકા જરૂર
યાદ આવે. ગુરુ-શિષ્યની આપણી સંસ્કૃતિ. ગુરુ પ્રત્યે આદરભાવ
યાદ હશે એકલવ્યએ ગુરુદક્ષિણામાં જરા પણ આનાકાની વગર
પોતાનો અંગુઠો આપી દીધો હતો.
ત્યાર પછી આવ્યા “માસ્તર”.
માતાના સ્તર પર હોય તેને આપણે આદરથી માસ્તરની પદવી આપી.
જેના મારમાં સાર હોય તે માસ્તર ગણાયા.
માસ્તર મારેય નહી અને માસ્તર ભણાવે પણ નહી,એમણે આદર ગુમાવ્યો.
એ માસ્તર શા કામના જે પોતાના સ્તર કરતાં નીચલી કક્ષાનું શિક્ષણ આપે.
માસ્તર જે વિદ્યાર્થિની વિદ્યાનું સ્તર ઉંચુ લાવે.
વિદ્યાર્થિને જીવનનો રાહ બતાવે.
તેના જીવનમાં વિદ્યાનો મર્મ સમજાવે.
To day we call them TEACHER. who is more
interested in getting ‘RICH” rather than
”TEACH” or”PREACH”.
સાચ્ચુ કહુ તો મને તો એ ગુરુ પણ નથી ગમતા,
કારણકે એવા કેવા ગુરુ કે પોતા પર આટલો પ્રેમ હોય જે વિધ્યાર્થી ને એનો અગુંઠો માંગી શકે?
ને જો ત્યારનાં ગુરુ આવા હતા તો આજનાં શિક્ષક પાસે થી ક્યા થી સારી આશા રખાય જ?