હસવાની રજા
October 23, 2007 by pravinash1
દશેરા ને દિવસે બ્રાહ્મણોને તડાકો હોય તેથી મને થયું પૂજા
શરદ પૂર્ણિમાને દિવસે કરીશું.
બધું નક્કી થઈ ગયું. નોકરી પરથી પાછા વળતાં પૂજાનો
સામાન લેવા હીલક્રોફ્ટ પહોંચી ગઈ.
પૂજાનો સામાન તો મળી ગયો. સોપારી બાકી હતી. દુકાન
વાળા ભાઈ નવા લગ્યા.
મેં કહ્યું સોપારી રાખો છો ?
દુકાનદારઃ ખાવા માટૅ જોઈએ છે કે પૂજા માટે. એક મિનિટ
તો હું સમજી નહી .
હું તેથી અનાયાસે નોકળી ગયું.
ભાઈ તમને શું ફરક પડે છે.
દુકાનદારઃ બહેન, ખાવા માટે જોઈતી હોય તો સારામાંની
મોંઘી બતાવું. પૂજા માટે સસ્તી જૂની ચાલે.
હું મારા મનમાં બોલી ખોરી હોય તો પણ ચાલે.
જેણે આપણને આટલો વૈભવ અને પ્રતિષ્ઠા આપ્યા તેને માટૅ
આવી દાનત. શરમથી મારું માથું ઝુકી ગયું.
અરે આ તો કાઈ જ નથી. કોઇક ને ત્યા થી લ્હાણી મલી હોય તો કોઇ ક બ્રાહ્ણણ ને આપે, આપણે પુછીયે કે આ તો તમને આવેલુ છે. તો જવાબ મલે કે હવે તો એ મારુ થઈ ગયુ અને મે આપી દીધુને.
એક બેન આખ્ખુ પેકેટ બ્રેડ નુ લઈને ગાય ને ખવડાવતા હતા. મે સ્વાભાવીક પુછ્યુ કે રોજ ખવડાવો તો કહે ના રે બેન મોગવારી કેટલી છે એમાં ક્યા પરવડૅ. આ તો દિકરા વહુ ને બહાર ગામ જાવાનુ થયુ અને ઘર માં બ્રેડ પડ્યુ હતુ.અને હવે ખાવા જેવુ ન હતુ તો થયુ ચલ ગાય તો ખાય બિચ્ચારી.મારાથી ચુપ ન રહેવાણૂ ,મે કહ્યુ જે વસ્તુ આપણૅ ન ખાઈ શકીયે એ ગાય ને કેમ ખવડાવાય. તો કહેવા લાગ્યા કે પ્લાસ્ટીક ની થેલી ખાય એના કરતા આ સારુ છે.
બ્રાહ્ણણૉ પણ મોઢા માં પાન પરાગ ભરીને શ્લોક બોલતા હોય છે. કોની ફરીયાદ કોને કરવી અ જ ખબર નથી પડતી.
pravinaben, ekadam sachi vat kahi.neetani vat pan sachi che.
હસવાની વાત કરતા શરમજનક વાત વધારે છે. પણ આવું જ ચાલતું હોય છે. આપણે પણ રીઢા થઈ ગયાં છીએ.
શરમજનક વાત પણ સાચી, આપણે બધા આવું જ કરીયે છીયે…. એમા હું પોતે પણ આવી જાવ…
મારું માનવું સાવ અલગ છે.
પુજાનાં બધાં સાધનો માત્ર પ્રતીકો જ છે - અંતરના ભાવના. કેવી સોપારી કે કેવું ફુલ મુકો તે સાવ ગૌણ છે. અંતરનો ભાવ પ્રભુ માટે હોય તે જ એક આવશ્યક ચીજ છે.
માટે મને તો માનસપુજા જ ગમે. તે ભાવ વીનાનું બધું ધુળ બરાબર - ખાલી આચાર.
અરે! ભાવ વીનાનાં ભજન, જાપ કે મુર્તી દર્શન પણ અર્થહીન છે.
O MARI BAHEN !
AABH FAATE TYARE THIGADU NA DEVAAY !
JAGAT PAR HASYAA J KARO ! JIVYAA KARO !
E TO EM J CHALSHE !
Soprai to amey Bhagwan khawana nathi…..to pachi sari sopari j levani ane padhravine pachi apne ja khawani che ne…..
samjaya ke nahi……