માની યાદમા
October 29, 2007 by pravinash1
તારું મધુરું સુંદર મુખડુ
નિહાળવાને નેણ તરસે
તારી મીઠી વાણી મારે
કર્ણપટે સંગીત પીરસે
તારો પ્રેમાળ સ્પર્શ મારા
તનડાને ક્યારે મળશે
અંશ તારો હું માતા
જન્મભર સ્મૃતિ રહેશે
તું ભલે જગથી વિખૂટી
હૈયે હરદમ વસે
શ્રીજી અને તારી છબી
જીવન મારું શ્વસે
ચરણે લાખો વંદન તારે
આશિષ શિરે વરસે
પૂજ્ય માની ત્રીજી પુણ્યતિથિ.
દંડવત પ્રણામ
વંદન છે મારા પણ એ માં નાં ચરણે.