Posted by pravinash1 under
હાસ્ય રસ [2] Comments
પતિઃ અરે હું તો તારા જેવો સુંદર નથી. કે નથી મારી પાસે
મોટી મોટી મહાવિદ્યાલયની ઉપાધિ. સાચું બોલજે પ્રિયે
તું શું જોઈને મને પરણી?
પત્નિઃ ખૂબ લાડ કરતાં તમારે સાચે જાણવું જ છે. રહેવાદોને.
પતિઃ ખૂબ આગ્રહ કરતા, ના ના મને કહે.
પત્નિઃ મેં તમારામા સહુથી ભારે તમારુ ખીસુ જોયું, વહાલા.
Posted by pravinash1 under
કાવ્યો 1 Comment
જ્યારે વાદળી ભારી થાય છે ત્યારે વરસી પડે છે
જ્યારે સૂર્યોદય થાય ત્યારે અંધકાર ગાયબ થાય છે
જ્યારે ચાંદ ચાંદની વરસાવે ત્યારે શિતળતા ફેલાય છે
જ્યારે ફૂલ ફળમાં પરિણમે ત્યારે અસ્તિત્વ મિટાવે છે
જ્યારે કમળ કાદવમાં ખીલે ત્યારે સોહામણું લાગે છે
જ્યારે સોનાની બંગડી બને ત્યારે ઉરે ઘા ઝીલે છે
જ્યારે બાળક યુવાન થાય ત્યારે માતાપિતાનાં વાળ ધોળા થાય છે
જ્યારે જીવન સમાપ્ત થાય ત્યારે રેતમાં પગલું પડે છે
જ્યારે વાયરો પગલું ભૂસે ત્યારે મોજા પર નામ લખાય છે
જ્યારે અને ત્યારે ની ચીલ ઝડપ.
Posted by pravinash1 under
ચિંતન લેખ [5] Comments
માનો ન માનો આ ખેલ દરેકને ખેલવો પડે છે. મને યા કમને.
ખેલ ખેલમાં ખેલો, સહજતાથી ખેલો, હસતા રમતા ખેલો કે પછી
ગંભીરતાથી ખેલો. કવિ, લેખકો, સંતો અને આચાર્યોએ જીવનને
ઘણી ઉપમાઓ આપીને ગુંચવાડા ભર્યું બનાવી દીધું. કિંતુ ખેલદિલીથી
ખેલેલું જીવનખરેખર મધુરું હોય છે. કૃષ્ણના વદન કમળ જેવું. આ ખેલ
એવો અદભુત છે કે તેમાં હારજીતને સ્થાન જ નથી. માત્ર ખેલો એ જ
ખૂબી ભરેલું છે. હંમેશા ખેલની સંગે આપણે હાર યા જીત સાંકળ્યા છે.
સહુને વિદિત છે કે હાર મળવાની જ કારણ જીત તો એક જ જણાની થઈ
શકે. ગૌરવ પૂર્વક હારવું એ પણ એક કળા છે.
જીવન એટલેઃ જીઃ જીવવું, વઃ વધવું, નઃ નમવું. આ ત્રણેયનો ત્રિવેણી
સંગમ એટલે જ જીવન. આ સુભગ મિલન માતા પૃથ્વી સિવાય ક્યાંય
સંભવ નથી. જીવનનાં ખેલમાં ‘જીવવું’ સ્વાભાવિક અને સરળ છે. જે
આપણને જન્મતાની સાથે પ્રાપ્ત થાય છે.’વધવું’,માત્ર ઉંમરમાં,ઉંચાઈમાં
કે વજનમાં જ નહીં. એતો કુદરતનો અફર નિયમ છે. કાંઈ પણ પ્રયત્ન ન
કરીએ તો પણ વધવાના છીએ. વધવા નો અર્થ અહીં વિકાસ છે. ‘નમવું’
જ્યાં ત્યાં નહીં. નમ્રતા નો અહીં ઉલ્લેખ છે. યાદ હશે જ્યારે આંબાના ઝાડ
ઉપર કેરી લચકતી હોય છે ત્યારે તે ઝુકેલો હોય છે. તે નમ્રતા. માણસ જ્યારે
જીવનમાં સંસ્કાર,વિદ્યા,જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે ખૂબ વિનમ્ર હોય છે. અધૂરા
ઘડા છલકાય પૂરા નહી. તાડના ઝાડ ખૂબ ઉંચા હોય છે. નથી પંખી તેના પર
માળા બાંધતા કે નથી પથિક તેના તળે પોરો ખાતા!
જીવન ખેલનો આરંભ જન્મ સાથે છે અને અંત મૃત્યુ ટાણે. એ ખેલને
દરેક વ્યક્તિ પોતાના ગજા પ્રમાણે ખેલે છે. એ ખેલની સંપૂર્ણ જવાબદારી દરેકની
પોતાની છે. કોઈના પણ માથે દોષનો ટોપલો ઊંધો વાળવો એ અપ્રમાણિકતા છે.
ભૂલતો બ્રહ્માથી પણ થાય. જ્યાં હાર કે જીત નો સવાલ જ નથી ઉઠતો તો પછી
પોતાની કાબેલિયત પર નિર્ભર થઈને ખેલવામાં જ મઝા છે.
જીવન ખેલ માં જોખમ પણ હોઈ શકે. હિંમતે મર્દા તો મદદે ખુદા. ખેલમાં
સ્પર્ધા પણ સામિલ હોય યા ચાતુર્યની આવશ્યક્તા. ખેલ દરેક ખેલાડીની ક્ષમતા પર
આધારિત છે. હરએકની ખેલ ખેલવાની શૈલી અલગ અલગ જરૂર હોઈ શકે. ખરી
મઝા તો ત્યાંછે દરેક વ્યક્તિ પોતાની રીતે જ ખેલ ખેલાય તેમ માને. આ જ તેની
કરૂણતાના સાક્ષી છે.આમાં કોઈ બંધારણ નથી.”હું” જ માત્ર સાચો એ માન્યતા જૂઠી.
એ વિચાર જ પાયા વગરનો છે. આ ખેલમાં ‘વહેલો તે પહેલો’ એવી કોઈ જરૂરતને
સ્થાન નથી. આ ખેલ ખેલવામાં ઉંમરનો બાધ નડતો નથી. કોઈની ગુંજાઈશ નથી
કે તેમાં આડખીલી બની શકે. નાના મોટાનો તફાવત નથી. હા,માત્ર તેમા ખેલની
સપાટી અલગ હોઈ શકે.
ઘણી વખત ગુણવત્તા અને સપાટી ઉંમર પર આધારિત નથી પણ હોતા. જેવું કે
નવ વર્ષની ચિત્રલેખા પચાસ હજારની માનવ મેદની વચ્ચે ભાગવત કથાનું પારાયણ
કરી, બધાને મંત્રમુગ્ધ કરી શકે. ભાગવતની કથામાં ગીતાજીના શ્લોકો ટાંકીને સહુને
વિવેચન દ્વારા સમજાવી શકે. જીવનના ખેલની કઈ સોગઠી તેની પાસે હશે?
જીવન ખેલ બસ ખેલો! પરિણામની પરવા ન કરવી. આળસને તો નજીક
ઢુંકવા પણ ન દેવી. ખેલ ખેલવાની તમન્ના, ઈંતજારી, કાબેલિયત કશાની દરકાર
તથા અવગણના કર્યા વગર બસ મન મૂકીને ખેલો. નર્મદને યાદ કરતાં
યા હોમ કરીને કૂદી પડો ફત્તેહ છે આગે.
જીવન ખેલ ખેલો
ન હું કે તું પહેલો
કોઈ આવે મોડો વહેલો
ભેરવી બગલે થેલો
બનીશ ના ગાંડો ઘેલો
છાતીએ ઘાવ ઝેલો
ગગનેથી નિરખે પેલો
મસ્ત બનીને ડોલો
Posted by pravinash1 under
વિણેલા મોતી 1 Comment
એ જીંદગાની શા કામની જે દિવાની ન હોય
એ દિવાનગી શાકામની જેમા દિવાના બનાવનારની યાદ ન ભળી હોય.
આ જીંદગી કોઈની માલિકીની નથી
માલિકની હાજરી વરતાતી નથી
આ જીંદગીમાં કદી કોઈ કોઈનું નથી
એકલા જીવવાનો હુન્નર હળવો નથી
ધન, દૌલત,જુવાની,રૂપ કુંચીઓ છે
જીવન તાળું ખોલવા મચી પડેલી છે
સુંદર ઘર બાંધવું આસાન છે
રાચરચીલું વસાવવું સરળ છે
પણ
તેમાં
સુખ શાંતિ પૂર્વક રહેવું કઠીન છે.
અનુકરણ કરવું, અનુસરવું એતો ખાવાનો ખેલ છે
વિચાર અને વિવેક ભળે એ લોઢાના ચણા ચાવવા જેવું છે
Posted by pravinash1 under
કાવ્યો,
હાસ્ય રસ 1 Comment
ક્ષણોના સમુહથી સરજાયેલું આ માનવ જીવન કેવું છે
જેવું જીવીએ, મનીએ,જોઈએ અનુભવીએ એવું છે
શિયાળામાં બરફની ચાદર ઓઢેલી ધરતી કેવી છે
શાંત મુદ્રામાં બેઠેલી ગંભીર તપસ્વિની જેવી છે
વસંતના વાયરામાં મહાલતી આ ધરતી કેવી છે
ફૂલોની સુગંધ પ્રસરાવતી મીઠી મધુરી માદક છે
ગાંડીતૂર નદીના ધસમસતા પ્રવાહની દિશા કઈ છે
સાગરને મળવાની ઉત્કંઠામાં ભાનભૂલેલી પ્રેયસી છે
સંસારના રંગમંચ પર ભજવાતી આ જીંદગાની કેવી છે
જે આવે તે જાવા માટે નવી નવેલી દુલ્હન જેવી છે
મુખ દ્વારા વહેતી વાણીની અમૃતમયી ધારા કેવી છે
ધારામહીં વહેતા કંકર,કચરા,મોતી સમ રંગબેરંગી છે
મૃત્યુના દ્વાર ભણી પ્રયાણ કરતી આ જીંદગાની કેવી છે
હરપળે ધબકતા હ્રદયની શાક્ષી પૂરતી ઉષ્મા જેવી છે
Posted by pravinash1 under
વિણેલા મોતી Leave a Comment
ઈશ્વર વિશ્વ વ્યાપક ઈશ્વરની કૃપા છે
તત્વ મારું છે તું ગમે છે
સત્ય સનાતન સત્ય ભૂખ લાગી છે
પ્રમાણિકતા તારું છે નારી તું નારાયણી
શબ્દ આપણું છે અતિથિ દેવો ભવ
અહં ક્રોધી છે નજરથી દૂર થા
પ્રેમ માતા પિતા વડીલોનો આદર સ્ત્કાર
વિશ્વાસ વિશ્વાસ છે વિશ્વાસે વહાણ ચાલે
શ્રધ્ધા ઈશ્વર ઈચ્છા કરનું ભૂષણ દાન
સનાતન સત્યમેવ જયતે આશા અમર છે
ઘર ધરતીનો છેડો મરો પરિવાર છે
સાવધાન પ્રભુતામામ પગલાં અભિમાન નાશ નોતરે
સતસંગ પતિ પરમેશ્વર પ્રેમની ગંગા વહાવો
ક્ષણિક આંખ ખોલી દયા ધર્મનું મૂળ
નાજુક સમય નથી વાવે તેવું લણે
અસત્ય સર્જનહારની શક્તિ અપના હાથ જગન્નાથ
તિરસ્કાર લાગણી સભર દિલ એક મંદિર
આશા વિદ્યા દાન ભૂખ લાગી છે
તિરસ્કાર નિર્મળ મન હમણાં કામ છે
એક, બે યા ત્રણ શબ્દોની તાકતનો અંદાઝ લગાવો!
Posted by pravinash1 under
વિણેલા મોતી Leave a Comment
સવાલઃ એવું તે શું છે કે આપણે વધારીએ તો વધારે સુંદર લાગીએ?
કિંતુ ૨૧મી સદીની હવા આપણને તે કાપવા માટે પ્રેરે છે.
જવાબઃ વાળ
સવાલઃ એવું તે શું છે કે આપણે કપાવીએ તે હિતાવહ છે?
જવાબઃ નખ
સવાલઃ ૨૧મી સદીમાં જેના પૈસા નથી પડતા?
જવાબઃ મુખ પર સ્મિત, આંખોમાં આદર.
સવાલઃ દરેક ને સરખે ભાગે મળવી જોઈએ?
જવાબઃ જીવવાની સ્વતંત્રતા.
Posted by pravinash1 under
વિણેલા મોતી Leave a Comment
મારા જેવું કોઈ નથી!
મૂરખ
તારા જેવી વ્યક્તિ પ્રભુએ બીજી બનાવી પણ નથી.
Posted by pravinash1 under
હાસ્ય રસ Leave a Comment
હજુતો દિવાળી પાર્ટી પૂરી નથી થઈ ત્યાં અમેરિકાનો તહેવાર
આવી ગયો. ખેર, ‘ગંગા ગયે ગંગાદાસ અમે જમુના ગયે
જમુનાદાસ ‘ જેવા આપણે શું કર્યું.
ગાજર અને કોબીની છીણમાંથી આપણે બનાવી ટર્કી. કોથમરીનાં
છંટકાવથી તેની વધારી શોભા.
ટર્કી ડ્રેસીંગ એટલે વઘારેલી તજ , લવીંગ અને લસણ વાળી ખીચડી.
(ગુજરાતીઓ ને ખૂબ ભાવતી)
પંપકીન પાઈ એટલે આપણો દુધીનો હલવો.
ક્રેનબરી સોસ. આપણી મસ્ત મજાની કેસરવાળી રબડી.
ગાર્લિક બ્રેડઃ આપણા મજે દાર માલપુડા.
એપલ સાઈડરઃ બદામ, પિસ્તા, એલચી અને જાયફળ ઘસેલી ભાંગ.
સલાડઃ કાકડીનું કચુંબર.
બોલો આવો છોને આજની મિજબાનીમા. કે પછી અમેરિકન બોસને ત્યા.
આપણે રહ્યા શાકાહરી, શું પાંઉના ડુચા અને સલાડ ખાઈને ઘરે જશો.
નિર્ણય તમારી ઉપર છોડું છું .
તા.ક. મોડેથી આવશો તો પણ ખાવાનું નહી ખૂટે તેની બાહેંધરી આપું છું.
Posted by pravinash1 under
કાવ્યો Leave a Comment
ચારેકોર પ્રકાશ હતો ને
ઝીણું ઝીણું ગુંજન હતું
દિલોદિમાગે આનંદ છાયો હતો
તિમિરનું નામોનિશાન ન હતું
દિવડાની હારમાળા હતી ને
મિણબત્તીઓ નો મેળો હતો
દિવાળીનો શુભ અવસર હતો
નવા વર્ષનું પ્રભાત હતું
માનવમહેરામણ ઉમટ્યો હતો
હર્ષ ઉલ્લાસ રેલાયો હતો
માતાપિતાના આશિર્વાદ હતા ને
સર્જનહારની ખૂબ કૃપા હતી
નવા સુંદર ઘરમાં નમ્રતા અને રૂપિનનો પરિવાર ખૂબ સુખી રહે.
પ્રભુ તેમને સદબુધ્ધિ અને વેવિકનુ પ્રદાન કરે.