વંધ્યાપુત્રનું મરણ
November 20, 2007 by pravinash1
આજે સવિતા ખૂબ ખુશમાં હતી. કેમ ન હોય? એકના એક પુત્ર શોભિતના
લગ્ન ઢુંકડા આવી રહ્યા હતા. શુશિલ શૈલાના ઘરમાં કુમકુમ ભર્યા પગલાં ઘરમાં
પડવાના હતા. બિસમિલ્લાખાનની શરણાઈના સૂર રેડિયા ઉપરથી રેલાઈ રહી
આખા ઘરમાં ફેલાઈ રહ્યા હતા. ઘરમાં બધે આનંદ મંગલ છાઈ રહ્યો હતો.
સવિતાને એટલા બધા કામ હતા કે વાત જ ન પુછો. બે માઈલ લાંબી
ચીજ વસ્તુઓની યાદી કરી, પલંગમાં પોઢેલ પતિ દેવની પાસે ગઈ. ચાલો,
બહુ થયું , પગમાં ચંપલ પહેરો અને બજારમાંથી આ બધી વસ્તુઓ લઈ આવો.
સાથે ગણપત છે એટલે તમને જરા પણ વાંધો નહી આવે. શરદને ઉઠ્યા વગર
છૂટકો ન હતો. શરદભાઈ અને ગણપતની સવારી ઉપડી બજારમાં. બે વખત
બિચારો ગણપત સામાન ગાડીમાં મૂકી આવ્યો. હજુ તો માંડ અર્ધી ખરીદી થઈ
હતી. શરદભાઈ કહે ચાલ ગણપત હવે ભૂખ લાગી છે, આપણે ‘સત્કાર’માં
ઢોસો ખાઈ લઈએ પછી બાકીનું કામ પૂરુ કરીશું. પેટ પૂજા કરી તેથી પગમાં જોર
આવ્યું.
ઘરે આવ્યા ત્યારે સવિતા આમથી તેમ ઘુમતી જણાઈ. શરદ બધું મંગાવ્યા
પ્રમાણેની ચીઝ વસ્તુઓ લઈને આવી પહોંચ્યો હતો. તેની આવડત ઉપર સવિતા
વારી ગઈ. ખુશ થઈને બોલી ઉઠી ‘ચાલ સરસ મઝાની આદુ એલચીની ચા બનાવું’
પછી બધો સામાન સાથે ગોઠવીશું. શરદ પણ ઝુમી ઉઠ્યો કે હાશ, મારી કરેલી
મહેનત સવિતાએ વધાવી. પચ્ચીસ વર્ષથી સવિતા સાથે રહ્યા પછી શરદ ક્યારે
બોલવું અને ક્યારે યશ ખાટવો તે જાણી ગયો હતો. જોકે કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોતી
નથી, કિંતુ એકબીજાની ખામીઓ સાથે પણ સુંદર જીવન કેમ જીવવું એ તો લગ્ન
જીવનની ખૂબી છે. શરદ અને સવિતા તેથી તો પોતાને ખૂબ ભાગ્યશાળી સમજતા.
બહારગામથી ધીરે ધીરે બધા મહેમાનો આવી રહ્યા હતા. સવિતાનું આયોજન
ખૂબ સુંદર હતુ. બે માણસો કામ કરવા વધારાના રાખ્યા હતા. મહારાજ,તેમનો જૂનો
પાછો આવ્યો હતો.સવિતા બધું બરાબર સરળ રીતે ચાલી રહ્યું છે તેની દેખરેખ રાખતી
એકના એક દિકરના લગ્નનો લહાવો તે પેટ ભરીને માણી રહી હતી. પ્રસંગો પણ મનને
ગમતા બધા જ રાખ્યા હતા.ગીત ગાવાના, ડાંડીયા રાસ, પીઠી ચોળવાની, ગ્રહશાંતિ,
વિ. વિ.
શૈલાની મોટી બહેનને વળી ફટાણા ગાવાનો શોખ હતો. તેથી એક પ્રસંગ ઉમેર્યો.
ગીત ગાવાને દિવસે ખૂબ મઝા કરી. શોભિત અને શૈલાએ મન મૂકી ને નૃત્ય કર્યું. સવિતા
અને શરદભાઈ પણ પાછા ન પડ્યા. ફટાણાના દિવસે નક્કી કરવામાં આવ્યું કે બંધ બેસતી
પાઘડી પહેરવી નહી. આ તો મઝા મસ્તીના દિવસો છે. ત્યાર પછી ડાંડીયા રાસનો
કાર્યક્રમ પણ ખૂબ મઝેદાર રહ્યો. ભેલપૂરી, પાણીપૂરી, રગડા પેટીસ, ચાટ, દહી
બટાટા પૂરી અને છેલ્લે કુલ્ફીની મોઝ માણી બધા વિખરાયા.
શૈલા ખૂબ થાકેલી હતી. આજે પીઠી લગાવવાનો પ્રસંગ હતો. મોડેથી ઉઠેલી શૈલા
નાસ્તાના ટેબલ પર આવીને બેઠી. મમ્માએ તેની ચા આપી. શૈલા ચાનો ઘુંટડો ભરતા
પહેલા બોલી ” હું આ લગ્ન નથી કરવાની”. દરેકના હાથમાં ચાનો કપ અધ્ધર રહી
ગયો. મમ્મીના હાથમાંથી ચાની તપેલી છૂટી ગઈ. પાપા છાપું વાંચતા હતા, તેમણે
છાપામાંથી ડોકું બહાર કાઢ્યું અને બરાડ્યા “શૈલા તું શું બોલી.”
શૈલાએ શાંતિથી વાક્ય ફરી ઉચ્ચાર્યું. ઘરમાં તો જાણે બોંબ ફૂટ્યા પછીની સ્મશાન
શાંતિ છવાઈ ગઈ.હવે પ્રશ્ન આવીને ઉભો કે શોભિતના ઘરે કેવી રીતે જણાવવું. શૈલાની
મોટીબહેન શૈલાને લઈ બીજા ઓરડામાં ગઈ. શૈલા મક્કમ હતી. એક પણ અક્ષર બોલતી
ન હતી. બંને બહેનોને ખૂબ પ્યાર હતો. પણ આજે શૈલા મચક આપતી ન હતી.પીઠી
લગાડવાનું મુર્હત બપોરે ચાર વાગ્યાનું હતું તેથી થોડો સમય હાથમા હતો. આખરે નિર્ણય
લેવાયોકે શૈલાના પિતાજી શોભિતના પિતા સાથે વાત કરે. ટેલિફોન જોડાયો—
શોભિતને ત્યાં ખૂબ ધામધુમ અને શોરબકોર હતા. ફોનની ઘંટડી વાગ્યા જ કરી,
અંતે સવિતા એ ફોન લીધો.આગ્રહ રાખવામાં આવ્યો કે શરદભાઈ સાથે વાત કરવી છે .
શરદભાઈ તો વાત સાંભળીને અવાચક થઈ ગયા. ધીરેથી ફોન મૂકીને ખુરશી ઉપર
ફસડાઈ પડ્યા. સારિકાએ પાછો નંબર લગાવ્યો. વાતનો તાગ મેળવી તેણે પરિસ્થિતિને
કાબૂમા લેવાનો પ્રયત્ન કર્યો. તેને ખબર હતી શરદ સ્વભાવનો નરમ છે, શોભિતની પણ
કાળજી લેવાની હતી. શરદને હાથ પકડીને ખાટલા પર લઈ જઈ સુવાડ્યો. શોભિતની
રૂમ તરફ વળી. શોભિતતો જાણે સ્વપનામાં વિહરતો જણાયો. તેના મુખ ઉપર આનંદ
તરવરતો હતો. કેવી રીતે કહેવું તેની મુંઝવણ સવિતાને હતી. બધી હિંમત એકઠી કરી,
શોભિતને ઉઠાડી સમાચાર આપ્યા. શોભિત સફાળો ખાટલામાં થી કૂદ્યો. સવિતાએ તેને
બાથમાં જકડી પંપાળ્યો.
હવે શું? સવિતા ભગવાનના મંદિરે આવી. શાંતિથી બેઠી. મનોમન વિચારી
રહી આ તો જાણે ‘વંધ્યા પુત્રનું મરણ ‘થયું હોય તેવું ભાસે છે———
શેનું દુખ—– કોનો દોષ——-
વાર્તા સરસ.પરંતુ શીર્ષક ન સમજાયું.
પ્રવિણાબહેન કાલે તમારો અવાજ શેર અંતાક્ષરીમાં સાંભળવાની મજા માણી. એકાદ વાર ખોટો અવાજ..મતલબ દેવિકાબહેનનો અવાજ તમારા જેવો લાગ્યો. પણ પછી આજે ફરીથી સાંભળ્યો. મજા આવી ગ ઇ. ખૂબ સરસ અભિનન્દન
શરૂઆતમાં ” મૉટેથી બોલો.. ” એવી કંઇ સૂચના તમારી છે ને ?
mane kai samaj na padi varta ma