જ્યારે પણ જીવનમાં કશું બને છે. સારું હોય કે નરસુ
યાદ રહે તેની પાછળ કુદરતનો કોઈ સંકેત છે. યા તો તેનાથી
વધારે બુરું થવાનું હતું પણ આપણે ઉગરી ગયા. મતલબ શૂળીનો
ઘા સોયથી સરી ગયો.
નાનપણમાં હું બહુ ખરાબ રીતે પગે દાઝી ગઈ હતી. આજે
વિચારું છું કે સારું થયું મોઢા પર નહોતી દાઝી. છ મહિના સુધી
પગ જમીન પર નહોતા માંડ્યા. દવાખાને અમારો નોકર પાંડુ
ઉચકીને લઈ જતો હતો. તે વખતના છ મહિના આજે કોઈ વિસાતમા
નથી લાગતા. પણ એ ડાઘ જો આજે મોઢા પર હોત તો, વિચાર
આવતા જ મન બધિર થઈ જાય છે. કહેવું વ્યર્થ છે કે મારા પગ ઉપર
તેના નિશાન હયાત છે.
વિચારના વહેણ
December 4, 2007 by pravinash1
ઓહ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્
કાંઇક થઈ ગયુ વાંચીને .
પણ ક્યારેક એમ થાય કે ભગવાન પણ કાચ્ચા કાન નો છે.
અને ભગવાન પણ વગર વાંક ગુન્હા ની સજા આપે છે.