ઉખાણાં ના જવાબ આપો
December 7, 2007 by pravinash1
નાનપણામા ઉખાણા રમતા હતા યાદ હશે?
નાનો શો પ્રયાસ કર્યો છે.
આશાછે તમને ગમશે.
૧. જળમાંહી છુપાયો હું
નરી આંખે જોઈ શકાતો હું
શાંત જળમાં અદૃશ્ય હું
કંકર મરો પ્રત્યક્ષ હું
૨. નક્કર છતાં નજુક હું
ઘા સહુ ન ઘાય લ હું
ભાર ઉપાડું, કોમલ હું
આંખોને લલચાવુ હું
૩. અધિષ્ઠાન છતાં ન શૂન્ય
પ્રલયકાળમાં પ્રકાશથી લુપ્ત
હાજર છતાં ગેરહાજર વરતાય
અનુભવ છતાં અલિપ્ત જણાય
૪. છેણી હથોડા સાથે પ્રીત મારે
આંગળીઓની કારીગરી
દિમાગ માગે દાદ મારી
વાંચો સમજો તો જીંદગી તારી
૫. વિંધે છતાં નિકળે ન લોહી
ઘાયલ છતાં દવા ન જોઈ
હળાહળની જરૂરત ન જાણી
જીવતા લાશ થાયે જુની કહાણી
બે આવડ્યા નહીં ને એક ખોટો પડ્યો.
સરસ ઉખણાં છે.
જવાબ તરત ન આપવા એવું મારું નમ્ર સુચન છે.
અરેરેરેરે એકે ન આવડીયા.
કહો ને જવાબ