Feed on
Posts
Comments

Archive for January, 2008

                  
                       સારું  શું ને  નરસું  શું
                      એ  બંનેમાં  વચલું  શું
                       સારું સારું  ત્યાં  સુધી
                       જ્યાં બને મન  માન્યું
                       સારું નરસું બને ત્યારે
                       જ્યાં  અણમાન્યું  પિરસ્યું
                       સારું નરસું કશું નથી
                       સંજોગોનું  છે  માર્યું
                       આંખો ખૂલે ભ્રમ ભાંગે
                       વાદળ પ્રેમનું વરસ્યું
                       સારા નરસાની ઉલઝનમા
                       આ જીવન જાયે સરયુ                      

Read Full Post »

       
             
               ૧૯૪૮, જાન્યુઆરીની  ૩૦મી ને એ ગોજારી  રાત. આજે તો એ વાતને ૬૦
        વર્ષ  પૂરા થયા. આપણા  સહુના લાડલા  બાપુઓ આજે આપણી  વચ્ચે નથી.
     તેમને  ભાવભીની  શ્રધ્ધાંજલિ  અર્પણ  કરતા હ્રદય  દ્રવી  ઉઠે છે. એ કઈ  તાકાત
        હતી  જેણે  તેમને આટલી  બધી  અડગતા  અને કોમળતાનું  પ્રદાન  કર્યું  હતું.
      
                 પૂજ્ય બાપુને પોતાના માર્ગની  સ્પષ્ટ જાણકારી હતી. [...]

Read Full Post »

 
                                              
         આપણા ભારત દેશને  પ્રજાસત્તાક થયે આજે ૫૮ વર્ષ પૂરા થયા. ખૂબ જ  આનંદની
    વાત  છે. ભારત દેશની પ્રગતિથી  દરેક  ભારતિયનુ મસ્તક  આજે ગર્વથી  ઉંચું છે.
   યાદ રહે  ભારતની  પ્રગતિમાં  જેટલો આજના યુગનો  ફાળો છે. તેટલોજ  યા તો
 
     તેનાથી  વધુ  ભારતની આઝાદીમાં  જાન  ગુમવનારનો ફાળો છે.  અરે, ત્યાર
     પછી  પણ  થયેલી  અનેક  લડાઈમાં  જાન  ગુમાવનાર  [...]

Read Full Post »

             જીવનમાં  નાની  નાની  મુશ્કેલીઓ  આવે તો
  તેનો જવાબ  ગીતા (ભગવદ ગીતા) માંથી મળી
  રહે છે.
      અને
   જો મોટી  મુશ્કેલીઓ  આવે તો  સીતા પાસે જાવ

Read Full Post »

વાંચવા  લાગી  આ  ગઝલ હું  આંખથી
ચાંચ  ના  ડૂબી  ના ઉડી  શકી  પાંખથી
શાંતિની  શોધમાં  હું  ક્યાં  ક્યાં  ભટકી
વગડે  વડની  ડાળે  ભાળી  ઉંધી લટકી
ટૂટેલી  ક્ષણોને  જોડવાની  મથામણ  ન  કર
પાણીમાંથી  પોરા  કાઢવાની   જફા  ન  કર
મુખેથી  વેણ  નિકળે  ત્રાજવે  તોલે
દિવાલો પર  મૌનના  પડઘા  બોલે
દિલના  તાર  તડ  તડ  ટૂટે
વહાલા  વેરી  બને સાથ છૂટે 
             
 તારા  વગરના  જીવનમાં  મઝા  નથી
શું  આ  ઘોર કારાગારની  [...]

Read Full Post »

           
             છોડે    છૂટતું     નથી
            આપોઆપ  છૂટી જાય
            જોડે  જોડાતું    નથી
            સાંધો  રહી     જાય
            વા  વાય ને પાન  ખરે
            વાયરે    ઉડી    જાય
            વા  ખેરવે  વા  ઉડાડે
            વાયરો    વેરી   થાય
            નદી  વેગે   વહે
            ચંચળતા  ઉર  ધરે
            અટકાવી   ના  અટકે
             ઉદધિ  ઉરે    સમાય
            ખાધે     ખૂટે  નહી
            ખવડાવે    ઉભરાય
            મોટા મનનો માનવી
            ખવડાવી  હરખાય
              લક્ષ્મી  સંઘરો  નહી
              ખર્ચે  [...]

Read Full Post »

  
                      કાતિલ  ઠંડી  હતી. ભર  શિયાળો હોય  તો બીજું  શું  હોય  એ  પણ
         એક  પ્રશ્ન  . મારે  ખાસ  કામ  માટે  ૯ વાગે  વકીલની  ઓફિસમાં  જવાનું
        હતું.  ખબર  નહી  ઉમર  થઈ  તેથી કે  પછી  આદત  હંમેશા  મને  સમય
 
       સર  નિકળવું  હોય  જેથી  કોઈને  પણ  મારી  રાહ  ન  જોવી  પડે.
 
             કામ  જરા  ગુંચવાડા  ભર્યું  હતું.  બને  ત્યાં  [...]

Read Full Post »

      
              અલ્યા,  એ છગન  માંજો  સૂરતી છે  કે પછી  સાદો? જોજે  અલ્યા  ઉતરાણની
     મઝા  બગડી  ન જાય. આખી  રાત  જાગીને  છગન  અને  મગને  માંજો  પાયો.
    રાતે  લગભગ  એક  ડઝન  પતંગને  કન્ના  બાંધી. સવાર  પડીને  બેય  ગોઠિયા
      પાંચમે  માળની  અગાસી  પર  જઈ  પહોચ્યા. પતંગ  અને  ફિરકી  લઈને  ચડ્યા
      ટાંકી  પર. ત્યાં  યાદ  અવ્યુ, માએ  તલના  [...]

Read Full Post »

                             
                                                  તેમનાં  વિચાર.
  ૧.    જૂના  ધર્મો  કહેતા  કે  ‘ જે ઈશ્વરમાં માને  નહી  તે  નાસ્તિક  છે.’
        નવો  ધર્મ  કહે  છે ઃ જેને પોતાનામાં  શ્રધ્ધા નથી  તે  નાસ્તિક છે.’
  ૨.   ‘બળ’ એ જીવન છે.  ‘નિર્બળતા’ મૃત્યુ  છે. બળ  એ  પરમાનંદ  છે,
        શાશ્વત  અને  અનંત  જીવન છે!  નિર્બળતા  એ  કાયમી  બોજો  અને
             સંતાપ  છે. નિર્બળતા  મૃત્યુ [...]

Read Full Post »

just laugh

              અભિષેક ને પરણી ઓચિંતા  ઐશ્વર્યા  ખૂબ જાડી  થઈ  ગઈ.
  અભિષેક  સાથે હોય તો વાંધો નહી તેને ઓળખવાનો વાંધો ન આવે.
  પણ  એકલી   હતી  ત્યારની  આ  વાત  છે.
  
   એ જઈ રહી હતી પોતાની  માતાને  મળવા  બેંગ્લોર.
   વિમાનઘર પર
     
    અધિકારીઃ      તમે  એકલા  જ  જાવ છો ?
    ઐશ્વર્યા             હા, જી.
   નામ વાંચીને        અરે ,  તમે તો  ઐશ્વર્યા  [...]

Read Full Post »

Older Posts »