બે બહેનપ્ણીઓ નવા વર્ષ ઉપર સત્સંગ કરવા ભૅગી મળી.
યલોઃ હવે તો આજથી નક્કી કર્યું છે. રોજ સવારે નહાઈ ધોઈને
કમસે કમ ૧૫ મિનિટ ભગવાનનુ નામ લેવું
પિંકીઃ ચાલ ત્યારે આપણે બંને સાથે આને વળગી રહીશું. આવાતા
અઠવાડિયે મળીએ ત્યારે વિચારોની આપલે કરીશું. ને પછી
આડીઅવળી વાતો કરી છૂટાં પડ્યા.
યલોઃ (અઠવાડિયા પછી) શું પીંકી તારુ કેમ ચાલે છે.
પીંકીઃ હા, મન આડુ અવળૂં ઘૂમે છે પણ પ્રયત્ન ચાલૂ છે.
તારી પ્રગતિ કેવી છે,યલો?
યલોઃ (જરા વિચાર કરીને) ભાઈ મને તો ભગવદ નામ લેવા
બેસું કે તરતજ કાંતો રસોઈ યાદ આવે કે ક્યાંતો નવા
સિનેમાના ગાયન. ભાઈ મેં તો બીજા જ દિવસથી છોડી
દીધું.
પીંકીઃ યલો, તેં જે છોડવાનું હતું તે ન છોડતા——
વાચક મિત્રો મારા ખ્યાલ પ્રમાણે તમે પીંકીની વાત સાથે સહમત
થતા હશો——————–
આપણુ એવુ જ છે, છોડવાનું હોય તે પકડી રાખીયે છીયે અને ન છોડવાનું છોડી દઈયે છીયે.
પણ સુધરતા તો નથી જ.