ગર્ભવતી દિકરીને બાપે સળગાવી દીધી! રુંવાટા ઉભા કરૅ એવા સમાચાર આજે
૨૧મી સદીના ૨૦૦૮ના વર્ષમાં વાંચીને શું નું શું થઈ જાય. જો વાંચનારના આ
હાલ હોય તો સળગાવનાર અને સળગનારની દશા કેવી હશે?————
જેમ આંબાનું પ્રારબ્ધ ગોટલીમાં છૂપાયું હોય તેમ માનવીનું પ્રારબ્ધ તેના જન્મ
પછી ઉછેર અને સંસ્કારમાં હોય તેમાં શી નવાઈ. કુંભારનો દીકરો ભણીગણીને વકીલ
બને તે અતિ આનંદજનક સમાચાર હોઈ શકે.માનવી પુરૂષાર્થથી પથ્થર ફોડી પાણી
કાઢવા શક્તિમાન છે.
કીડો જ્યાંસુધી કોશેટામાંથી બહાર નિકળતો નથી ત્યાં સુધી તેને પોતાની
સુંદરતા અને ફૂલોની મધુરતાનો અંદાઝ નથી. ગામડાઓમા રહેતી સુંદર સંસ્કારી
કન્યાઓ રીતિરિવાજોના ભોગ બની તેમના બલિ ચઢાવે છે. જ્યાં સુધી તેઓ આ
બનાવોની સામે માથુ નહી ઉચકે ત્યાં સુધી તેમને પોતાના પ્રગતિના પંથનો યા
તો ખુલ્લા આકાશનો પરિચય મળવો મુમકીન નથી.
પાપાના દિલની ધડકન, આધુનિતામાં પોતાને ખપાવતી લાડ કરતાં
બોલી ,પાપા તમારી ચીંતા મેં દૂર કરી. આખરે લગ્ન કર્યા. પૂનમની વાત
સાંભળી પાપા ખુશ. બેટા કોણ છે એ ભાગ્યશાળી. અને સહેલી ચાંદની આવીને
પગે લાગી. કહો જોઈએ પાપા શું બોલે?
તમને બ્લડપ્રેશર છે? તમારું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે? તો બધા દર્દની એક
દવા. ઘરમાં બિલાડી પાળો. હસવું આવે છે ને! ના સાચી વાત છે.આ વખતે
નાતાલની રજામાં મિજબાનીમાં ગઈ હતી ત્યારે સહેલીની દિકરીના મોઢેથી
સાંભળેલી સત્ય હકીકત છે. હવે કાળી યા ધોળી બિલાડી આડી ઉતરતી નથી,
તે સાથે સૂએ છે!
માતૃદેવો ભવ
પિતૃદેવો ભવ
કાનમાં ગુંજે છે. આપણી વૈદિક સંસ્કૃતિ પર ગર્વ છે. રોજ નવા નવા ઘરડાં
ઘરો બંધાય છે. માતા પિતા મોતને નિમંત્રણ પાઠવે છે. છે ને આ ૨૧મી સદી
ના ૨૦૦૮ની કમાલ.
છૂટાછેડા શબ્દનો અર્થ તો હવે નાના બાળકોને પણ અજાણ્યો રહ્યો નથી.
હા, આધુનિક યુગમાં તેને Divorce કહીએ તો સારું લાગે.પતિ પત્ની વચ્ચે
બે યા ત્રણ બાળકો પછી યા લગ્નના ૨૫ વર્ષ પછી છતાંય હવે નવાઈ રહી નથી.
જ્યારે સાંભળવામાં આવ્યું કે બાળકોએ માબાપથી “છૂટાછેડા” લીધા ત્યારે દિલ
ધબકારો જરૂર ચૂકી ગયું.—————–
ત્રણ બાળકો સાથેનો સુખી પરિવાર. અચાનક પાપા ને મરજી થઈને ઓપરેશન
કરાવી આવ્યા. ગપ્પું ન માનશો. આજે મમ્મા, મમ્મા(પાપા) અને બાળકો
સુખચેનથી જીવે છે. હા એકબીજાને અનુકૂળ થતા સમય લાગ્યો. માનસિક સંઘર્ષ
પણ થયો. અંતે હકિકતનો સ્વિકાર કરી કુટુંબ રોજની ઘરેડમા આવી ગયું.
૨૧મી સદી અને એમાંય ૨૦૦૮ના વર્ષની ક્યાં કરીએ વાત————
ગામડાઓમા રહેતી સુંદર સંસ્કારી
કન્યાઓ રીતિરિવાજોના ભોગ બની તેમના બલિ ચઢાવે છે.
ગામડાઑ ની વાત ન કરો હજી મે અહિયાં મુંબઈ માં એવા ઘર પણ જોયા છે જ્યા બહેનૉ રોજ મરે છે અને રોજ પાછા જીવવાનું ચાલુ કરે છે. બહેનો ને જ બહુ પ્રેમ છે ભાઈયો સાથે કે પાછા રોજ ત્યાં નાં ત્યાં.
આ બાબતે તો મારી પાસે બહુ બધી વાતો છે.
રોજ નવા નવા ઘરડાં
ઘરો બંધાય છે.
એ સૌથી મોટુ દુઃખ છે. જે છોકરાઓ ને ભણાવવામાં,મોટા કરવાંમાં પોતાના અમુલ્ય વર્ષો માતા પિતા ખર્ચી નાખે છે એ માતા પિતા પાસે બે ગડી બેસવા નો એમની પાસે સમય નથી.
આખા દિવસ ની કામવાળી પરવડશે .પણ માતા પિતા નથી પરવડતા. પુછો નહી એ બાબતે પણ કાંઇ. લોહી ઉકળી ઉઠે છે મારુ.
એટલુ જ કહીશ કે આજે નવયુવાનો બહુ બધા બ્લોગ વાંચતા હોય છે કોઇક ને આ વાત અસર કરે તો સારુ.
sorryyyyyy મારુ લખાણ જરા મોટુ થઈ ગયુ. પણ રાજી થઈ કે આ વિષય લખ્યો . જરુરત છે આજનાં યુવાનો ને ઉઠાડવાનો.