સમય
January 8, 2008 by pravinash1
ન કાનો ન માત્રા સરળ સમય
પાણીના રેલાની સમ સરતો સમય
એકલતામા ન મુંઝાતો સમય
ભીડમા ન અટવાતો સમય
અંધારે ન અથડાતો સમય
સુખમા ભાસે ટૂંકો સમય
દુઃખમાં કદી ન ખૂટતો સમય
બાંધ્યો ન બંધાતો સમય
કોઈ રંગે ન રંગાતો સમય
યુવાનીમાં ઝાકમઝાળ સમય
ઘડપણે ખોડંગાતો સાય
જન્મ ટાંકણે અધીરો સમય
પ્રથમ મિલને સુહાનો સમય
રજાની મઝા માણતો સમય
ઉન્નતિમાં યાદગાર સમય
કટોકટીમાં સમઝદાર સમય
પ્રણયકાળે મઝેદાર સમય
જો આપણે ખુશ હોઈએ તો તેનો યશ સમયને ફાળે જાય છે.
જો આપણે નાખુશ હોઈએ તો તેનો અપયશ સમયને માથે છે.
બંને સંજોગોમાં સમય ખરડતો નથી.
જીવનની હરપળ, હરઘડી, હરશ્વાસે સમાયેલ કિમતી સમય.
સમય જ જો બધા દુઃખ નુ હોત નિવારણ
તો કદાચ કોઇ દુઃખી જ ન હોત આ દુનીયામાં,
કારણ સમય જ બધા નો સમય બગાડે છે.
પણ ગમ્યુ વાંચવાનું ખુબ સરસ છે,
જાણે આખી જીંદગી આમાં સમાય ગઈ છે.
good..very good. keep it up…i am also writer and poet…see VINAYAKCREATION blog. my email address is vinayakcreation@yahoo.co.in