એતો એમ જ થાય
January 21, 2008 by pravinash1
છોડે છૂટતું નથી
આપોઆપ છૂટી જાય
જોડે જોડાતું નથી
સાંધો રહી જાય
વા વાય ને પાન ખરે
વાયરે ઉડી જાય
વા ખેરવે વા ઉડાડે
વાયરો વેરી થાય
નદી વેગે વહે
ચંચળતા ઉર ધરે
અટકાવી ના અટકે
ઉદધિ ઉરે સમાય
ખાધે ખૂટે નહી
ખવડાવે ઉભરાય
મોટા મનનો માનવી
ખવડાવી હરખાય
લક્ષ્મી સંઘરો નહી
ખર્ચે બમણી થાય
કૂવે પાણી ઉલેચો
નવિન જલે છલકાય
બાળકને જન્મ દે
પ્રાણ રેડી ઉછેરે
પાંખ આવતા ઉડે
જનની વિસરી જાય
bahu saras vaat pan kalyugna taap evaa Che ke kuva paN khuTi jay tethI laxmi sanmarge ja kharachavi..toj bamani thaay
એતો એમ જ થાય…
The nature works..the nature nurtures!!
Expression of experience.