સારું-નરસું
January 31, 2008 by pravinash1
સારું શું ને નરસું શું
એ બંનેમાં વચલું શું
સારું સારું ત્યાં સુધી
જ્યાં બને મન માન્યું
સારું નરસું બને ત્યારે
જ્યાં અણમાન્યું પિરસ્યું
સારું નરસું કશું નથી
સંજોગોનું છે માર્યું
આંખો ખૂલે ભ્રમ ભાંગે
વાદળ પ્રેમનું વરસ્યું
સારા નરસાની ઉલઝનમા
આ જીવન જાયે સરયુ
Posted in કાવ્યો | 3 Comments
Leave a Reply
sachi vat che saru narsu karva ma jivan saryu jia che g88888888888 i like to read your site pls mane pan mail sarso i read ur site thru nitaben THANKS
સારા નરસાની ઉલઝનમા
આ જીવન જાયે સરયુ
સાચ્ચે જ હિસાબ માં જ જિંદગી પુરી કરી નાંખીયે છીયે છે.કે શુ સારુ અને શુ નરસું
સારા નરસા ની વ્યાખ્યા નક્કી કરવામાં જ આખુ આયખુ જતુ રહે છે અને છતા પણ ખબર નથી પડતી કે સારુ શું અને નરસુ શું? હકીકત માં આંખ ખુલેછે ત્યારે બહુ મોડુ થઇ ગયુ હોય છે….
સરસ બ્લોગ માટે આપને અભિનંદન….અને લિન્ક આપવા માટે નિતાબેન નો આભાર